Home> India
Advertisement
Prev
Next

એજાઝ ખાનનો પંડિતોને 'ગાળો' બોલતો VIDEO વાયરલ, લોકોમાં આક્રોશ, ધરપકડની માગણી 

વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા એક્ટર એજાઝ ખાન(Ajaz Khan) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એજાઝ પંડિતો (Pandit)  વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા ગાળાગાળી કરતા નજરે ચડે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ગુરુવારે સાંજે  #अरेस्ट_मुल्ला_एजाज ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. જો કે Zee News આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના નેતા કપિલ મિશ્રા સહિત અનેક લોકોએ એજાઝ ખાનની તત્કાળ ધરપકડની માગણી કરી છે. 

એજાઝ ખાનનો પંડિતોને 'ગાળો' બોલતો VIDEO વાયરલ, લોકોમાં આક્રોશ, ધરપકડની માગણી 

નવી દિલ્હી: વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા એક્ટર એજાઝ ખાન(Ajaz Khan) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એજાઝ પંડિતો (Pandit)  વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા ગાળાગાળી કરતા નજરે ચડે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ગુરુવારે સાંજે  #अरेस्ट_मुल्ला_एजाज ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. જો કે Zee News આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના નેતા કપિલ મિશ્રા સહિત અનેક લોકોએ એજાઝ ખાનની તત્કાળ ધરપકડની માગણી કરી છે. 

લેહને ચીનમાં બતાવતું હતું ટ્વિટર, ભારત સરકારે સીઈઓ Jack dorseyને આપી કડક ચેતવણી

જો કે આ વીડિયો હાલનો નથી પરંતુ એક વર્ષ જૂનો છે. જેને એજાઝ ખાને ગત વર્ષે આઠ સપ્ટેમ્બર 2019ના રોજ પોતાના યુટ્યૂબ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. આ દરમિયાન દિલ્હીના એક યુવક સાહિલની હત્યા થઈ હતી. તે મુદ્દા પર એજાઝ ખાને પોતાની વાત રજુ કરતા પંડિતોને હત્યારા ગણાવવાની કોશિશ કરી અને તેમના વિરુદ્ધ અપશબ્દો કહ્યાં. વીડિયોમાં એજાઝ ખાન કહે છે કે સાહિત પોતાના મિત્રો વચ્ચેનો ઝઘડો પતાવવાના ઈરાદે પંડિતોની ગલીમાં ગયો હતો. જ્યાં તેનું મોબ લિન્ચિંગ કરીને હત્યા કરી દેવાઈ.

શું છે ઘટનાનું સત્ય?
જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે ગત વર્ષે 30 ઓગસ્ટના રોજ ઘટેલા આ ઘટનાની તપાસ બાદ તેમાં કોઈ પણ પ્રકારના સાંપ્રદાયિક એંગલની આશંકાથી ઈન્કાર કર્યો હતો. ઘટના અંગે એવી જાણકારી સામે આવી હતી કે બાઈકને રસ્તો આપવાના મુદ્દે સાહિતની બે લોકો સાથે હાથાપાઈ થઈ હતી. તેમાં તે ઘાયલ થયો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. આ કેસમાં બે લોકોની ધરપકડ  થઈ હતી. 

બિહાર ચૂંટણી: 19 લાખ યુવાઓને રોજગાર, વિનામૂલ્યે કોરોનાની રસી, જાણો ભાજપના 'સંકલ્પ'

એજાઝની ધરપકડની માગણી
ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે 'એજાઝ ખાન જે બોલ્યો છે ત્યારબાદ તેની માફી શક્ય નથી. લોકોમાં ભયાનક ગુસ્સો છે. તરત તેના વિરુદ્ધ ગંભીર  કાયદાકીય કાર્યવાહી જ એકમાત્ર વિકલ્પ છે. આશા કરું છું કે રાજ્ય સરકાર અને કાયદો વ્યવસ્થા સંભાળનારા તેની ગંભીરતાને જલદી સમજી લેશે.'

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More