Home> India
Advertisement
Prev
Next

White Fungus: કોરોના, બ્લેક ફંગસ બાદ હવે પાછી નવી બીમારી! જાણો કેવી રીતે શરીર પર કરે છે એટેક

પટણામાં બ્લેક ફંગસ કરતા પણ ઘાતક ગણાતી આ બીમારીના ચાર દર્દીઓ હાલમાં મળી આવ્યા છે.

White Fungus: કોરોના, બ્લેક ફંગસ બાદ હવે પાછી નવી બીમારી! જાણો કેવી રીતે શરીર પર કરે છે એટેક

નવી દિલ્હી: અત્યાર સુધી બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ) સામે ઝઝૂમી રહ્યા હતાં ત્યાં તો હવે વ્હાઈટ ફંગસ (White Fungus) ના દર્દીઓ મળી આવતા હડકંપ મચ્યો છે. પટણામાં બ્લેક ફંગસ કરતા પણ ઘાતક ગણાતી આ બીમારીના ચાર દર્દીઓ હાલમાં મળી આવ્યા છે. સંક્રમિત દર્દીઓમાં પટણાના એક ફેમસ સ્પેશિયાલિસ્ટ પણ સામેલ છે. 

બ્લેક ફંગસ કરતા પણ જોખમી છે વ્હાઈટ ફંગસ
આ બીમારી બ્લેક ફંગસ કરતા પણ વધુ જોખમી જણાવાઈ રહી છે. કહેવાય છે કે વ્હાઈટ ફંગસથી પણ કોરોનાની જેમ ફેફસા સંક્રમિત થાય છે. ફેફસા ઉપરાંત સ્કિન, નખ, મોઢાના અંદરના ભાગ, પેટ અને આંતરડા, કિડની, ગુપ્તાંગ અને બ્રેન વગેરેને પણ સંક્રમિત કરી શકે છે. 

અહીં મળ્યા કેસ
પટણામાં અત્યાર સુધીમાં વ્હાઈટ ફંગસના ચાર દર્દીઓ સામે આવી ચૂક્યા છે. PMCH માં માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો. એસએન સિંહે આ જાણકારી આપી છે. 

આ રીતે જાણ થઈ દર્દીમાં વ્હાઈટ ફંગસના સંક્રમણની
તેમણે જણાવ્યું કે ચાર દર્દીઓમાં કોવિડ-19 જેવા લક્ષણો હતા. આ દર્દીઓ કોરોનાથી નહીં પરંતુ વ્હાઈટ ફંગસથી સંક્રમિત હતા. દર્દીઓમાં કોરોનાના ત્રણેય ટેસ્ટ રેપિડ એન્ટીજન, રેપિડ એન્ટીબોડી અને આરટી-પીસીઆર નેગેટિવ આવ્યા હતા. તપાસ થતા ફક્ત એન્ટી ફંગલ દવાઓથી તેઓ સાજા થઈ ગયા. 

Corona Updates: કોરોનાથી થનારા મોતની સંખ્યામાં ઘટાડો, 24 કલાકમાં આટલા નવા કેસ

કોરોના છે કે વ્હાઈટ ફંગસ અંતર સમજવું મુશ્કેલ
વ્હાઈટ ફંગસ દ્વારા ફેફસાના સંક્રમણના લક્ષણ એચઆરસીટીમાં કોરોના જેવા જ દેખાય છે. જેમાં તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. આવા દર્દીઓમાં રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆર નેગેટિવ આવે છે. ડોક્ટરનું કહેવું છે કે જો એચઆરસીટીમાં કોરોનાના લક્ષણો જોવા મળે તો વ્હાઈટ ફંગસની જાણકારી મેળવવા માટે કફની તપાસ જરૂરી છે. 

પ્રતિકારક શક્તિ ઓછી હોવાની કમી કારણભૂત
વ્હાઈટ ફંગસના પણ એ જ કારણ છે જે બ્લેક ફંગસના છે જેમ કે રોગ પ્રતિકારક શક્તિની કમી. ડાયાબિટિસ, એન્ટીબાયોટિકનું સેવન કે પછી સ્ટેરોઈડનું લાંબા સમય સુધી સેવન. કેન્સરના દર્દીઓએ જે દવા પર છે, તેમને તે જલદી જકડી લે છે.

Corona: વૈજ્ઞાનિકોની ચેતવણી, જો કોરોના રસીકરણમાં તેજી નહીં લવાય તો 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેર

આ બાજુ બ્લેક ફંગસની વાત કરીએ તો પટણામાં બ્લેક ફંગસના બુધવારે 19 નવા દર્દીઓ મળ્યા છે. એમ્સમાં આ, આઈજીઆઈએમએસમાં 9 દર્દીઓ દાખલ થયા છે. બુધવારે બે દર્દીની સર્જરી કરવામાં આવી. અત્યાર સુધીમાં સાત દર્દીની સર્જરી થઈ છે. જ્યારે હજુ પાંચ દર્દીઓની સર્જરી થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More