Home> India
Advertisement
Prev
Next

Corona Vaccine Booster Dose: કોરોનાનો બૂસ્ટર ડોઝ અને બાળકોને વેક્સિન ક્યારે લાગશે? આરોગ્ય મંત્રીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે બાળકો માટે કોવિડ-19 સામે લડવા માટેની રસી અને કોરોના સામે બૂસ્ટર ડોઝ વૈજ્ઞાનિકોની સલાહ લીધા બાદ જ આપવામાં આવશે.

 Corona Vaccine Booster Dose: કોરોનાનો બૂસ્ટર ડોઝ અને બાળકોને વેક્સિન ક્યારે લાગશે? આરોગ્ય મંત્રીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે બાળકો માટે કોવિડ-19 સામે લડવા માટેની રસી અને કોરોના સામે બૂસ્ટર ડોઝ વૈજ્ઞાનિકોની સલાહ લીધા બાદ જ આપવામાં આવશે. લોકસભામાં કોવિડ-19ની સ્થિતિ પર મેરેથોન ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રીએ શુક્રવારે કહ્યું છે કે 'નિષ્ણાતોની એક ટીમ નક્કી કરશે કે બાળકોને રસી આપવી અને કોરોના સામે બૂસ્ટર ડોઝ લાગુ કરવો કે નહીં. અમે વૈજ્ઞાનિક સલાહ મુજબ આગળની કાર્યવાહી કરીશું.

સંસદમાં હાજર કેટલાક સભ્યોએ સરકારને બૂસ્ટર ડોઝ અને બાળકોને આપવામાં આવતી રસી વિશે સવાલ પૂછ્યા હતા. જેના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આ વાત કહી છે. આ સભ્યોએ સરકારને એવો સવાલ પણ કર્યો હતો કે આ મહામારીની બાળકોના શિક્ષણ પર કેટલી અસર થઈ છે. આ સિવાય આર્થિક રીતે પછાત પરિવારોના બાળકોને ડિજિટલ શિક્ષણની કેટલી અસર થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લગભગ 75 સભ્યોએ કોરોનાની સ્થિતિ પર ચર્ચામાં ભાગ લીધો હતો. લગભગ 12 કલાક સુધી આ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ. ગુરુવારે મધરાત સુધીમાં આ વિષય પરની ચર્ચા પૂરી થઈ ગઈ હતી અને શુક્રવારે કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો હતો.

12 કરોડ લોકોએ નથી લીધો બીજો ડોઝ
સરકારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે 30 નવેમ્બર સુધીમાં દેશમાં કુલ 12.5 કરોડ લોકોએ કોવિડનો પહેલો ડોઝ લીધા પછી નિર્ધારિત સમયગાળો પૂરો થયા પછી પણ કોવિડ રસીનો બીજો ડોઝ લીધો નથી. કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમને પૂછવામાં આવ્યું કે દેશમાં કેટલા લોકોએ નિર્ધારિત સમયગાળો પૂરો થયા પછી પણ કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધો નથી.
     
તેમણે જણાવ્યું હતું કે 30મી નવેમ્બર સુધીમાં દેશમાં કુલ 12.5 કરોડ લોકોએ કોવિડ રસીનો પહેલો ડોઝ લીધા બાદ નિયત સમયગાળો પૂરો થયા બાદ હજુ સુધી કોવિડ રસીનો બીજો ડોઝ લીધો નથી. સરકારે આવા લોકોને ઓળખવા અને તેમના સુધી પહોંચવા માટે કોઈ યોજના બનાવી છે કે કેમ તે પ્રશ્નના જવાબમાં પવારે કહ્યું કે કેન્દ્ર સરકારે 3 નવેમ્બરથી 'હર ઘર દસ્તક' અભિયાન શરૂ કર્યું છે. જેમાં એવા લોકોની ઓળખ થઈ છે કે જેમને પહેલો ડોઝ પણ લીધો નથી અને બીજો ડોઝ લેવાનો બાકી છે. આવા લોકોને આ અભિયાનમાં રસીકરણ કરવામાં આવશે.

બુસ્ટર ડોઝ પર વૈજ્ઞાનિકોએ કહી આ વાત 
કોવિડ-19 સામે બૂસ્ટર ડોઝ આપવાની માંગની વચ્ચે ભારતના ટોચના જીનોમ વિજ્ઞાનીઓએ કહ્યું છે કે 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે 'બૂસ્ટર' (ત્રીજો) ડોઝ આપવા પર વિચાર કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે આ વય જૂથના લોકોને સંક્રમણના ઝપેટમાં આવવાનો ખતરો સૌથી વધુ છે. આ સૂચન 'ઇન્ડિયન SARS Cov-2 Genomics Consortium' (INSACOG) ના સાપ્તાહિક બુલેટિનમાં કરવામાં આવ્યું છે. INSACOG ની સ્થાપના સરકાર દ્વારા COVID-19 ના જિનોમ સિક્વન્સિંગનું વિશ્લેષણ કરવા માટે કરવામાં આવી હતી.

INSACOG બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, "જે લોકોને સૌથી વધુ ખતર છે, તેમનું ટીકાકરણ અને 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે 'બૂસ્ટર' ડોઝ આપવા પર વિચાર કરવામાં આવી શકે છે. સૌ પ્રથમ, એવા લોકોને લક્ષ્ય બનાવો કે જેમને સંક્રમિત લાગવાનું સૌથી વધુ જોખમ છે. દેશમાં વૈશ્વિક મહામારીની સ્થિતિ પર લોકસભામાં ચર્ચા દરમિયાન સંસદ સભ્યોએ કોવિડ-19 વિરોધી રસીના 'બૂસ્ટર' ડોઝની માંગણી કર્યા પછી આ ભલામણ કરવામાં આવી છે, INSACOGએ જણાવ્યું હતું કે, જરૂરી જાહેર આરોગ્યના પગલાંને સુવ્યવસ્થિત કરવા માટે જીનોમિક સર્વેલન્સ મહત્વપૂર્ણ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More