Home> India
Advertisement
Prev
Next

Viral Video: એક કાર્યકરે જ્યારે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ત્યારબાદ જે થયું...ખાસ જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. આ બધા વચ્ચે તમામ રાજકીય પક્ષોના નેતાઓ જનસભા અને રેલીઓ કરી રહ્યા છે. આ કડીમાં પીએમ નરેન્દ્ર મોદી ભાજપનો પ્રચાર કરવા માટે યુપીના ઉન્નાવ પહોંચ્યા.

Viral Video: એક કાર્યકરે જ્યારે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ત્યારબાદ જે થયું...ખાસ જુઓ વીડિયો

ઉન્નાવ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. આ બધા વચ્ચે તમામ રાજકીય પક્ષોના નેતાઓ જનસભા અને રેલીઓ કરી રહ્યા છે. આ કડીમાં પીએમ નરેન્દ્ર મોદી ભાજપનો પ્રચાર કરવા માટે રવિવાર સાંજે યુપીના ઉન્નાવ પહોંચ્યા. જ્યાં એક કાર્યકર્તાએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા. ત્યારબાદ શું થયું તે ખાસ જાણવા જેવું છે. 

પીએમ મોદીએ પણ કાર્યકરના ચરણ સ્પર્શ કર્યા
ભાજપના નેતા અને હરિયાણાના પ્રભારી અરુણ યાદવે પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે કાર્યકર પીએમ મોદીને પગે લાગે છે તો પીએમ મોદી પહેલા તો કાર્યકરને રોકે છે અને ત્યારબાદ તેઓ પોતે કાર્યકરને પગે લાગે છે. 

પ્રધાનમંત્રી કેમ પગે લાગ્યા?
અરુણ યાદવે ટ્વીટ કરી કે 'એક કાર્યકરના ચરણ સ્પર્શ તો ફક્ત મોદી જ કરી શકે છે. કારણ એ છે કે શ્રીરામની મૂર્તિ આપનારા પાસે પોતાના ચરણ સ્પર્શ ન કરાવી શકાય.' વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર્યકરે પહેલા તો પીએમ મોદીને ભગવાન શ્રીરામની મૂર્તિ ભેટ કરી અને ત્યારબાદ તેમને પગે લાગ્યો. 

આતંકીઓને સજા અપાવવાનો સંકલ્પ
ઉન્નાવની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો કે જ્યારે કેટલાક સપ્તાહ બાદ દેશમાં સીરિયલ બ્લાસ્ટ થતા હતા. જ્યારે હું ગુજરાતનો સીએમ હતો ત્યારે અમદાવાદમાં પણ સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. હું તે દિવસ ક્યારેય ભૂલી શકું નહીં. તે દિવસે મે સંકલ્પ લીધો હતો કે મારી સરકાર આ આતંકવાદીઓને પાતાળમાંથી પણ શોધીને સજા આપશે.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More