Home> India
Advertisement
Prev
Next

આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા IPS રાજીવ કુમાર, CBI પર લગાવ્યા ગંભીર આરોપ

શારદા ચિટફંડ કૌભાંડમાં સીબીઆઇ તપાસના ઘેરાવમાં ફસાયેલા પશ્ચિમ બંગાળના આઇપીએસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના રાજીક કુમારે બુધવારે ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા IPS રાજીવ કુમાર, CBI પર લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: શારદા ચિટફંડ કૌભાંડમાં સીબીઆઇ તપાસના ઘેરાવમાં ફસાયેલા પશ્ચિમ બંગાળના આઇપીએસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના રાજીક કુમારે બુધવારે ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટથી ફટકો પડ્યા બાદ રાજીવ કુમારની તરફથી બુધવારે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં આગોતરા જામીનની માગ કરવામાં આવી છે. આ સાથે જ રાજીવ કુમારે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

વધુમાં વાંચો: કોલકાતા અને અમૃતસરના એક-એક પોલિંગ બૂથ પર પુન:મતદાન શરૂ

રાજીવ કુમારનું કહેવું છે કે, સીબીઆઇએ તેમને ખોટા આરોપ અંતર્ગત આ કેસમાં ફસાવ્યા છે. જણાવી દઇએ કે, શારદા ચિટફંડ કૌભાંડ મામલે રાજીવ કુમાર પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More