Home> India
Advertisement
Prev
Next

West Bengal માં અંતિમ તબક્કાનું મતદાન, પીએમ મોદીએ કહ્યું-કોરોના પ્રોટોકોલનું પણ કરો પાલન

West Bengal Assembly Election 2021, 8th Phase of Voting Live Updates:  પશ્ચિમ બંગાળમાં આજે આઠમા અને છેલ્લા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.

West Bengal માં અંતિમ તબક્કાનું મતદાન, પીએમ મોદીએ કહ્યું-કોરોના પ્રોટોકોલનું પણ કરો પાલન

West Bengal Assembly Election 2021, 8th Phase of Voting Live Updates:  પશ્ચિમ બંગાળમાં આજે આઠમા અને છેલ્લા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 35 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ અગાઉ 27 માર્ચે પહેલા તબક્કામાં 30 બેઠકો, એક એપ્રિલના રોજ બીજા તબક્કામાં 30 બેઠકો, 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં 31 બેઠકો, 10 એપ્રિલે ચોથા તબક્કામાં 44  બેઠકો, 17 એપ્રિલે પાંચમા તબક્કામાં 45 બેઠકો, 22 એપ્રિલે 43 બેઠકો માટે છઠ્ઠા તબક્કાનું, અને 26 એપ્રિલે સાતમા તબક્કામાં 34 બેઠકો માટે મતદાન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાન કરવાની અને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવાની પણ અપીલ કરી.

કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરો  મતદાન-પીએમ મોદી
પશ્ચિમ બંગાળમાં આઠમા તબક્કાના મતદાન અંગે પીએમ મોદીએ ટ્વીટ કરી અને કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021નો આજે અંતિમ તબક્કો છે. હું લોકોને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરીને મતદાન કરવાની અપીલ કરું છું. હું લોકોને પોતાના મત આપવાની અને લોકતંત્રના તહેવારને સમૃદ્ધ કરવાનું આહ્વાન કરું છું. 

મતદાન શરૂ
છેલ્લા તબક્કાનું મતદાન સવારે 7 વાગે શરૂ થઈ ગયું છે. ચાર જિલ્લાની 35 બેઠકો માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ તબક્કામાં માલદાની 6, બીરભૂમની 11, મુર્શિદાબાદની 11 અને કોલકાતા નોર્થની સાત બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 

283 ઉમેદવારના ભાવિનો ફેંસલો
પશ્ચિમ બંગાળમાં આજે થઈ રહેલા આઠમાં અને છેલ્લા તબક્કાના મતદાનમાં 35 બેઠકો પર કુલ 283 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 35 મહિલાઓ પણ સામેલ છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ મતદાન માટે 11860 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. 

ત્યાગની મિસાલ: Corona થી સંક્રમિત દાદાએ એક યુવક માટે છોડ્યો પોતાનો બેડ, 3 દિવસ બાદ થયું નિધન 

Corona આઉટ ઓફ કંટ્રોલ, સંક્રમણ કાબૂમાં લેવા માટે દેશના 150  જિલ્લામાં કડક લોકડાઉન લગાવવાની તૈયારી

Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More