Home> India
Advertisement
Prev
Next

Weather Report: પારો 43 ડિગ્રીને પાર, ગરમીના લીધે 2 લોકોના મોત, હજુ કેટલા દિવસ બાળશે તાપ?

Weather Update Today: દિલ્હીથી લઇને કેરલ સુધી ભયંકર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારે ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે. ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. કરા પડી શકે છે. 

Weather Report:  પારો 43 ડિગ્રીને પાર, ગરમીના લીધે 2 લોકોના મોત, હજુ કેટલા દિવસ બાળશે તાપ?

29 April 2024 Weather Update: મેદાની વિસ્તારોથી દક્ષિણ ભારત સુધી પ્રચંડ ગરમી  (Severe Heat) પડી રહી છે. ઘણા રાજ્યોમાં લૂનો કહેર જોવા મળી રહ્યો છે. યૂપી બિહારથી માંડીને પશ્વિમ બંગાળ સુધી લૂનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કેરલમાં ભારે ગરમીની ચપેટમાં આવી જતાં બે લોકો બિમાર થઇ ગયા અને તેમનું મોત નિપજ્યું છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો બીજી તરફ સોલાપુરમાં પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર જતો રહ્યો અને સૌથી ગરમ દિવસનો રેકોર્ડ નોધાયો છે. આ દરમિયાન કેટલીક જગ્યાઓ પર વરસાદના અણસાર છે. આવો જાણીએ આજે તમારા રાજ્યમાં કેવું રહેશે હવામાન. 

Mukesh Ambani પુત્ર અનંતના લગ્નમાં કેટલો ખર્ચ કરશે? સાંભળીને ઉડી જશે હોશ
તાબડતોડ રિટર્ન: 1 વર્ષની FD કરવા માટે આ રહ્યા 3 બેસ્ટ ઓપ્શન, 7.75% મળશે વ્યાજ

આગામી 48 કલાક ક્યાં-ક્યાં થશે વરસાદ?  (Rainfall Prediction)
સ્કાઇમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી 48 કલાકમાં લદ્દાખ, જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુજફ્ફરબાદના ઘણા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. આ ઉપરાંત આજે જમ્મૂ કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુજફ્ફરબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના છે. અરૂણાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. 

એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં બનશે શુભ રાજયોગ, 5 રાશિઓને પડી જશે મૌજ
Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકો

પંજાબમાં કરા પડવાની શક્યતા (Punjab Weather)
ઉત્તર-પૂર્વ ભારતમાં પણ એક-બે જગ્યાએ છૂટાછવાયા હળવા વરસાદની સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. વિદર્ભ, મરાઠવાડા, છત્તીસગઢ, તેલંગાણા અને દક્ષિણ ઓડિશાના ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. તો બીજી તરફ પંજાબના ઉત્તરીય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા કરા પડી શકે છે. ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અને તોફાન થવાની શક્યતા છે. કેરળમાં પણ હળવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી શરૂ થશે ક્રુઝ યાત્રા, યાદગાર બની જશે ટ્રીપ
Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન

દિલ્હીમાં આજે કેવું રહેશે હવામાન (Delhi Weather)
રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું કે દિલ્હીમાં ભેજનું પ્રમાણ 21 ટકા હતું. IMD એ આજે ​​આંશિક વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, રવિવારે દિલ્હીમાં AQI 165 હતો, જે મધ્યમ કેટેગરીમાં આવે છે.

કેરળમાં ગરમીના કારણે 2 લોકોના મોત (Kerala Weather)
તો બીજી તરફ કેરળમાં આકરી ગરમીના કારણે એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. આ બંને ઘટના કન્નુર અને પલક્કડમાં બની હતી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી પાંચ દિવસ સુધી 12 જિલ્લાઓમાં તાપમાન મહત્તમ રહેશે. પલક્કડ જિલ્લાના એલાપુલી ગામમાં રવિવારે એક 90 વર્ષીય મહિલાની નહેરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. ઘરની બહાર આવ્યા બાદ ભારે ગરમીની ચપેટમાં આવી ગઇ હતી. આ દરમિયાન કન્નુર જિલ્લામાં, એક 53 વર્ષીય વ્યક્તિનું રવિવારે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તડકાની ઝપેટમાં આવી જતાં તેને ત્યાં સારવાર આપવામાં આવી રહી હતી.

નામ બડે દર્શન છોટે! દેશમાં નંબર 1 પણ વિદેશમાં ઠેંગો, 31 દિવસમાં ફક્ત 43 યૂનિટ વેચાયા
Adani Group ની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ

મહારાષ્ટ્રમાં પારો 43 ડિગ્રીને પાર (Maharashtra Weather)
મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં રવિવારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. આ સિવાય સોલાપુરમાં તાપમાનનો પારો 43.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો અને તે સૌથી ગરમ સ્થળ બન્યું હતું. અહીં તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. રાયગઢ, મુંબઈ અને થાણે માટે હીટ વેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 1.4 ડિગ્રી સેલ્સિયસ વધીને 27.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.

ગરમીમાં ખાવાની આ 5 વસ્તુઓથી રહો દૂર, નહીંતર ડોક્ટર પાસે દોડવું પડશે
જોજો.. કાકડીની છાલ ડસ્ટબીનમાં ફેંકતા નહી, ગરમી હજાર સમસ્યાઓનું છે સમાધાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More