Home> India
Advertisement
Prev
Next

Weather Forecast: પિક્ચર અભી બાકી હૈ...છેતરામણું છે હવામાન! ઠંડી હાલત ખરાબ કરશે, જાણો IMD એ શું કરી છે આગાહી

હવામાન ખાતા (IMD) એ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન ખાતાએ બુધવારે આગાહી કરતા કહ્યું હતું કે ફરી ઠંડીનો રાઉન્ડ આવશે.

Weather Forecast: પિક્ચર અભી બાકી હૈ...છેતરામણું છે હવામાન! ઠંડી હાલત ખરાબ કરશે, જાણો IMD એ શું કરી છે આગાહી

દેશની રાજધાની દિલ્હીમાં પવનના કારણે ઠંડી હાજા ગગડાવી રહી છે. દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતા છે અને ઠંડી ચાલુ રહેશે. જો કે દિવસમાં તડકો રહેશે અને હળવા વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પહાડી રાજ્યોમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે ઉત્તર ભારતમાં બર્ફીલો પવન ફૂંકાઈ રહ્યો છે. યુપી, બિહાર, પંજાબ અને હરિયાણામાં હજું પણ ઠંડી હેરાન પરેશાન કરશે. ગુજરાત માટે હવામાન ખાતાએ શું કહ્યું છે તે પણ ખાસ જાણો. 

IMD ની આગાહી
હવામાન ખાતા (IMD) એ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારબાદ કોઈ મહત્વપૂર્ણ ફેરફાર થશે નહીં. ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં સમગ્ર ભારતના હવામાનમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફાર નહીં થાય જો કે થોડીવાર રૂમઝૂમ વરસાદથી હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં ઠંડી વધી છે. 

આઈએમડીએ 8 ફેબ્રુઆરીના રોજ અરુણાચાલ પ્રદેશમાં મધ્યમ વરસાદ કે બરફવર્ષા અને ઉપ હિમાલયી પશ્ચિમ  બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં વરસાદની ભવિષ્યવાણી કરી છે. 9-11 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં વર્ષાની ગતિવિધિ થવાની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન ઉત્રત પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 15-25 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.

કેવું રહેશે આજે હવામાન
હવામાન સંબંધિત જાણકારી આપતી વેબસાઈટ સ્કાયમેટના જણાવ્યાં મુજબ આજે એટલે કે ગુરુવારે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણચાલ પ્રદેશમાં હળવા વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. આ ઉપરાંત પૂર્વ અસમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં હળવો વરસાદ પડી શકે છે. ઓડિશામાં પણ હળવા વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં 15થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. અસમ, મેઘાલય, મિઝોરમ, અને ત્રિપુરાના અલગ અલગ વિસ્તારોમાં ગાઢ ઘુમ્મસ છવાઈ શકે છે. એટલું જ નહીં નોઈડા, ગાઝિયાબાદ સહિત યુપી અને બિહારના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે. દિલ્હીમાં આજે પર બર્ફીલો પવન ફૂંકાશે જો કે દિવસમાં તાપ રાહત આપશે. 

ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન ખાતાએ બુધવારે આગાહી કરતા કહ્યું હતું કે ફરી ઠંડીનો રાઉન્ડ આવશે. જેના લીધે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડી વધવાની  આગાહી કરી છે. તેમણે અગાઉ જણાવ્યું  હતું કે સાત ફેબ્રુઆરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. રાતે, વહેલી સવારે અને સાંજ પડતા ઠંડી અનુભવાશે. ઉત્તર ગુજરાતના ભાગો જેમ કે  પાલનપુર, બનાસકાંઠા સહિતના ભાગોમાં તાપમાન ગગડીને 9 ડિગ્રી થઈ શકે છે. 10થી 12 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે. જ્યારે 19થી 22 ફેબ્રુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. 

 ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડા પવનના કારણે ઠંડીનો સતત ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. નોંધનીય છે કે ગઈકાલ મોડી સાંજથી જ અમદાવાદમાં ઠંડો પવન ફૂંકાતો જોવા મળ્યો છે. 

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કહેવાયું છે કે ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. પરંતુ તાપમાન ટેન્ડેન્સીમાં ફેરફાર થઈ શકે છે એટલે કે ઘટી શકે છે. 48 કલાક બાદ તાપમાન એક થી બે ડિગ્રી ઘટી શકે છે.  આ ઉપરાંત એમ પણ કહ્યું છે કે અરબી સમુદ્રમાંથી ભેજ આવતો હોવાના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More