Home> India
Advertisement
Prev
Next

તમને મારવા માંગતો હતો, પણ તમે બચી ગયા, ગૌતમ ગંભીરને ફરી મળ્યો ધમકીભર્યો ઈમેલ, ઘરની બહારનો VIDEO પણ મોકલ્યો

23 નવેમ્બરે દિલ્હી પોલીસને એક લેખિત ફરિયાદમાં સાંસદના અંગત સચિવ ગૌરવ અરોડાએ ઉલ્લેખ કર્યો છે કે પ્રથમ મેલ મંગળવારે રાત્રે 9.32 કલાકે પ્રાપ્ત થયો હતો. 

તમને મારવા માંગતો હતો, પણ તમે બચી ગયા, ગૌતમ ગંભીરને ફરી મળ્યો ધમકીભર્યો ઈમેલ, ઘરની બહારનો VIDEO પણ મોકલ્યો

નવી દિલ્હીઃ ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને બુધવારે બીજીવાર ધમકીભર્યો ઇમેલ મળ્યો છે. ગંભીરે તેને લઈને દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે. બીજો મેલ isiskashmir@gmail.com તરફથી મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે બીજા મેલમાં લખેલું છે, અમે તને મારવા ઈચ્છતા હતા, પરંતુ તમે કાલે બચી ગયા. 

ઈમેલમાં આગળ લખવામાં આવ્યું છે- જો તમે તમારા પરિવારના જીવનને પ્રેમ કરો છો તો રાજનીતિ અને કાશ્મીર મુદ્દાથી દૂર રહો. આ સિવાય બીજા મેલમાં ગૌતમ ગંભીરના દિલ્હી આવાસની બહાર શૂટ કરેલા એક વીડિયોનું અટેચમેન્ટ પણ છે. 

આ પહેલા બુધવારે પૂર્વી દિલ્હીના ભાજપ સાંસદ ગંભીરે આઈએસઆઈએસ કાશ્મીરથી એક ધમકીભર્યા ઈમેલ પર પોલીસનો સંપર્ક કર્યો હતો. પહેલા ઈમેલમાં લખ્યું હતું- અમે તમને અને તમારા પરિવારને મારવા જઈ રહ્યાં છીએ. 

આ પણ વાંચોઃ એન્જિનિયરે ડ્રેનેજ પાઇપમાં આ રીતે છુપાવ્યા હતા લાખો રૂપિયા, ACBએ પાડ્યા દરોડા, જુઓ VIDEO

23 નવેમ્બરે દિલ્હી પોલીસને એક લેખિત ફરિયાદમાં સાંસદના અંગત સચિવ ગૌરવ અરોડાએ ઉલ્લેખ કર્યો છે કે પ્રથમ મેલ મંગળવારે રાત્રે 9.32 કલાકે પ્રાપ્ત થયો હતો. 

આ મામલાની તપાસ ચાલી રહી છે અને મધ્ય જિલ્લા પોલીસ સાઇબર સેલ આ ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરી રહ્યું છે, જેણે ધમકીભર્યો મેલ મોકલ્યો છે. નાયબ પોલીસ કમિશનરે કહ્યું કે સાવચેતીના પગલા તરીકે સાંસદના રાજેન્દ્ર નગર નિવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More