Home> India
Advertisement
Prev
Next

પહેલા પ્રેમિકાના મોઢામાં નાખી ચા, પછી પ્રેમીએ જે કર્યું...Viral Video જોઈને ભડક્યા લોકો

Watch Viral Video: સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને ચા પીવડાવતો જવા મળી રહ્યો છે. ત્યારબાદ જે કરે છે તે જોઈને તમને ગુસ્સો આવી જશે.

પહેલા પ્રેમિકાના મોઢામાં નાખી ચા, પછી પ્રેમીએ જે કર્યું...Viral Video જોઈને ભડક્યા લોકો

આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો અજીબોગરીબ રીલ્સ અને શોર્ટ્સ બનાવતા હોય છે. કેટલીકવાર તો આ વીડિયો એટલા બધા આપત્તિજનક હોય છે કે તેમને બાળકો તો જોઈ પણ ન શકે. અનેકવાર છીછરાપણાની હદ પાર થઈ જતી હોય છે. હાલ એક કપલનો એવો વીડયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પણ કઈક આવું જ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને ચા પીવડાવતો જવા મળી રહ્યો છે. ત્યારબાદ જે કરે છે તે જોઈને તમને ગુસ્સો આવી જશે. આ વીડિયો ફક્ત મનોરંજનની દ્રષ્ટિએ બનાવવામાં આવેલો છે અને અનેક પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. 

ટ્વિટર એકાઉન્ટ @kaajukatla પર હાલમાં જ એક ફની વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જે ફની જો કે ઓછો અને અશ્લીલ વધુ લાગી રહ્યો છે. વીડિયોમાં એક છોકરો અને છોકરી બાઈક પર ચા પીવાનો વીડિયો બનાવતા જોવા મળે છે. વાયરલ થવાના ચક્કરમાં તેણે ચા પીવાની એક એવી રીત ગોતી કાઢી જેને જોઈને તમને ગુસ્સો આવશે. લોકો સામાન્ય રીતે ચા પીવે તો પોતાના મોઢામાં ઘૂંટડો લેતા હોય છે. પરંતુ અહીં તો કઈક અલગ જ જોવા મળી રહ્યું છે. 

આ રીતે પીવાય ચા અને ખવાય ટોસ્ટ?
વીડિયોમાં બંને મેટ્રોના પુલ પાસે બેઠેલા છે. શહેરની ભીડભાડ, રસ્તા અને મેટ્રોના માર્ગને જોઈને લાગે છે કે આ દિલ્હીનો વીડિયો હોઈ શકે છે. જો કે આ અંગે ઝી24કલાક કોઈ દાવો કરતું નથી. બંને સ્કૂટી પર છે. છોકરી સૂતી છે અને છોકરો તેની સામે બેઠો છે. છોકરો કપથી ચા તે છોકરીના મોઢામાં નાખે છે અને પછી બીજા  હાથમાં પકડેલા ટોસ્ટને મોઢાની અંદર બોળીને ખાય છે. 

વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. લોકો તેના પર જાત જાતના મીમ્સ પણ શેર કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે આ જોતા પહેલા તે આંધળો કેમ ન થઈ ગયો. એક જણે  કહ્યું કે હવે તે ચા પીવાનું જ છોડી દેશે. 

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More