Home> India
Advertisement
Prev
Next

Viral Video: ગાઝિયાબાદમાં કરવા ચોથ પર ગર્લફ્રેન્ડ સાથે શોપિંગ કરી રહ્યો હતો પતિ, પછી પત્નીએ ચપ્પલથી દેખાડ્યો 'ચાંદ'

Karwa Chauth Viral Video ગાઝિયાબાદ જિલ્લામાં કરવા ચોથ પર એક વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડ સાથે શોપિંગ કરવા પહોંચી ગયો. આ દરમિયાન તેની પત્ની પણ ત્યાં પહોંચી હતી. પછી બંનેની ખુબ માર માર્યો. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

Viral Video: ગાઝિયાબાદમાં કરવા ચોથ પર ગર્લફ્રેન્ડ સાથે શોપિંગ કરી રહ્યો હતો પતિ, પછી પત્નીએ ચપ્પલથી દેખાડ્યો 'ચાંદ'

ગાઝિયાબાદઃ આજે કરવા ચોથ છે અને આ દિવસે પરીણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવક પોતાની પ્રેમિકાને કરવા ચોથની ખરીદી કરાવી રહ્યો હતો. આ દરમિયાન તેને પત્નીએ રંગેહાથ ઝડપી લીધો અને યુવક પ્રેમિકાની સ્વજનો સાથે મળીને ધોલાઈ કરી હતી. પત્નીએ ચપ્પલ ઉતારી પતિ અને પ્રેમિકાને બજારમાં માર માર્યો હતો. 

આ દરમિયાન બજારમાં ખરીદી કરી રહેલા લોકોનું ટોળુ ભેગું થઈ ગયું હતું. મારપીટનો આ વીડિયો સોશિયલ  મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મામલો નગર કોતવાલી સુધી પહોંચી ગયો, પીડિત પત્નીએ પતિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપિત પતિનું શાંતિ ભંગની કલમો હેઠળ ચલણ કાપ્યું અને યુવતીને ચેતવણી આપી છોડી દીધી હતી. 

પત્ની પિયરમાં રહે છે
પોલીસ અનુસાર સિહાની હેટ ક્ષેત્રની પ્રીતિના લગ્ન વર્ષ 2017માં વિજયનગરના રાહુલ સાથે થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે વિવાદ રહેવા લાગ્યો અને છેલ્લા ત્રણ વર્ષથી પ્રીતિ પોતાના પિયરમાં રહે છ. બંને વચ્ચે વિવાદ સંબંધિત એક અરજી કોર્ટમાં પેન્ડિંગ છે. 

પત્નીને સાસરે લઈને જતો નથી પતિ
પ્રીતિનો આરોપ છે કે પતિના સંબંધ બીજી મહિલાઓ સાથે છે અને તે મને લઈ જતો નથી. તે એકલો રહે છે. ગુરૂવારે કરવા ચોથના અવસર પર હાલુ પોતાની પરીણિત પ્રેમિકાને તુરાબનગરમાં ખરીદી કરાવી રહ્યો હતો. પ્રીતિ પણ પોતાની માતાની સાથે તુરાબનગરમાં ખરીદી કરવા માટે આવી હતી. 

આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નિષ્પક્ષ ચૂંટણી? શશિ થરૂરે કહ્યું કે......

પત્નીએ બંનેને રંગે હાથ ઝડપી લીધા
આ દરમિયાન બંને રંગેહાથ ઝડપાયા હતા. આરોપ છે કે વિરોધ કરવા પર રાહુલે તેની સાથે ઝગડો કર્યો અને મારામારી કરી. ત્યારબાદ પ્રીતિએ બંનેની ચપ્પલથી ધોલાઈ કરી અને કહ્યું કે હાલ કરવા ચોથનો ચાંદ દેખાડુ છું. આ દરમિયાન ત્યાં ખરીદી કરવા આવેલા લોકો ભેગા થઈ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More