Home> India
Advertisement
Prev
Next

ડીજે પર ડાન્સ તો ઘણા જોયા હશે પણ આ છોકરીઓએ તો કરી છૂટ્ટા હાથે મારામારી, જુઓ Video

Girl Fight Video: મારપીટના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા હોય છે. પણ હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે ચોંકી જશો. રસ્તા પર કેટલીક છોકરીઓ એકબીજા સાથે ભીડી જાય છે અને બેકગ્રાઉન્ડમાં ડીજેનું મ્યુઝિક પણ સંભળાય છે. આ દરમિયાન છોકરીઓ એકબીજાના વાળ પણ ખેંચવા લાગે છે. ઝઘડો રોકવા માટે કેટલાક લોકો વચ્ચે પડે છે પરંતુ છોકરીઓ તેમને ગણકારતી નથી અને એકબીજાને મારતી રહે છે.

ડીજે પર ડાન્સ તો ઘણા જોયા હશે પણ આ છોકરીઓએ તો કરી છૂટ્ટા હાથે મારામારી, જુઓ Video

Girl Fight Video: મારપીટના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા હોય છે. પણ હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે ચોંકી જશો. રસ્તા પર કેટલીક છોકરીઓ એકબીજા સાથે ભીડી જાય છે અને બેકગ્રાઉન્ડમાં ડીજેનું મ્યુઝિક પણ સંભળાય છે. આ દરમિયાન છોકરીઓ એકબીજાના વાળ પણ ખેંચવા લાગે છે. ઝઘડો રોકવા માટે કેટલાક લોકો વચ્ચે પડે છે પરંતુ છોકરીઓ તેમને ગણકારતી નથી અને એકબીજાને મારતી રહે છે. વાયરલ વીડિયો જોઈને લોકોને એ સમજમાં જ નથી આવતું કે આખરે આ છોકરીઓ કઈ વાત પર આટલું ઝઘડે છે. 

આ વાયરલ વીડિયો છત્તીસગઢના સુરજપુર જિલ્લાના બિશ્રામપુર વિસ્તારનો હોવાનો કહેવાય છે. આ છોકરીઓ વચ્ચે કઈ વાત પર ઝઘડો થયો હતો તે હજુ સામે આવ્યું નથી. જો કે સ્થાનિકો વચ્ચે પડ્યા બાદ છોકરીઓ શાંત થઈ અને ઝઘડાનો પણ અંત આવી ગયો. પરંતુ છોકરીઓના ઝઘડાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

ઝઘડા દરમિયાન ડીજેનો અવાજ
છોકરીઓનો આ ઝઘડો ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી લીધો. જે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર શેર થતા વાયરલ થયો. એવું કહેવાય છે કે જ્યાં ઝઘડો થયો તે જિલ્લામાં આ પ્રકારની છોકરીઓ વચ્ચેની ફાઈટનો આવો આ પહેલો વીડિયો છે. જેના કારણે જિલ્લામાં તે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે ઝી મીડિયા આ વીડિયો અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. ઝઘડો થઈ રહ્યો હતો ત્યારે મોટે મોટેથી ડીજેનો અવાજ પણ આવતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More