Home> India
Advertisement
Prev
Next

વિકાસ દુબેઃ વેપારીઓના ગેરકાયદેસર નાણાનો રખેવાળ, ગિફ્ટમાં મળી હતી ફોર્ચ્યૂનર


વિકાસ દુબેની સંપત્તિની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ સામેલ થઈ ગયું છે. ઇડી લખનઉ ઝોનલ ઓફિસે કાનપુર રેન્જના આઈજીને પત્ર લખીને વિકાસ દુબેની સંપત્તિઓની માહિતી માગી છે. ઈડીની માગ પર પોલીસે વિકાસની બેનામી સંપત્તિઓની તપાસ કરવાનું શરૂ કર્યું છે. 
 

વિકાસ દુબેઃ વેપારીઓના ગેરકાયદેસર નાણાનો રખેવાળ, ગિફ્ટમાં મળી હતી ફોર્ચ્યૂનર

નવી દિલ્હીઃ વિકાસ દુબેના એનકાઉન્ટર બાદ તેના ગુનાઓ પરથી રહસ્યનો પડદો ઉઠી રહ્યો છે. આખરે વિકાસ દુબેએ ગુનાઓનું સામ્રાજ્ય કઈ રીતે સ્થાપિત કર્યું, કોના પૈસાથી વિકાસ દુબેના સાગરિતો આવા કૃત્યો કરતા હતા. વિકાસ દુબેની લગ્ઝરી કારોનું રહસ્યશું છે?

વિકાસ દુબેના મોત બાદ પોલીસે જ્યારે આ ફાઇલ ખોલી તો તેની સંપત્તિઓની તપાસ કરી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. વિકાસ દુબેની કાળી કમાણીનું સામ્રાજ્ય ભારત જ નહીં  વિદેશો સુધી ફેલાયેતુ હતું. વિકાસ દુબેએ નોટબંધીમાં મોટી કમાણી કરી હતી. તેની પાસે મોટા-મોટા વ્યાપારીઓ પોતાનું ધન સુરક્ષિત રાખવા આવતા હતા. વિકાસ દુબેને કાનપુરના એક જાણીતા બિઝનેસમેન પાસેથી ફોર્ચ્યૂનર કાર ભેટમાં મળી હતી. આ બિઝનેસમેન કોણ છે, તેનો ખુલાસો થવાનો બાકી છે. સવાલ તે પણ છે કે બિઝનેસમેને વિકાસ દુબેને આટલી મોંઘી કાર ભેટમાં કેમ આપી? હવે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. 

વિકાસ દુબે એનકાઉન્ટરઃ સુપ્રીમમાં વધુ એક અરજી દાખલ, સોમવારે કોર્ટમાં થઈ શકે છે સુનાવણી

ઘર-મકાન-કાર પર ઇડીની નજર
વિકાસ દુબેની સંપત્તિની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ સામેલ થઈ ગયું છે. ઇડી લખનઉ ઝોનલ ઓફિસે કાનપુર રેન્જના આઈજીને પત્ર લખીને વિકાસ દુબેની સંપત્તિઓની માહિતી માગી છે. ઈડીની માગ પર પોલીસે વિકાસની બેનામી સંપત્તિઓની તપાસ કરવાનું શરૂ કર્યું છે. વિકાસ દુબેની ફરારી બાદ પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા તો તેની સંપત્તિઓના ઘણા દસ્તાવેજ મળ્યા હતા. વિકાસ દુબેએ પોતાની કાળી કમાણી છુપાવવા માટે પોતાના સંબંધિઓને પણ પ્યાદા બનાવ્યા હતા, તેણે પોતાના સંબંધિઓના નામે સંપત્તિ ખરીદી રાખી હતી. 

નોટબંધી દરમિયાન 50 કરોડની સંપત્તિ ખરીદી
વિકાસ દુબેએ ઘણા લોકોના પૈસા નોટબંધી દરમિયાન રોકાણ કર્યાં હતા. સૂત્રો અનુસાર વિકાસ દુબેએ નોટબંધી દરમિયાન આશરે પચાસ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી. તેમાં મોટા ભાગના પૈસા કાનપુરના એક વેપારીના હતા. આ વેપારી કોણ છે? વિકાસ દુબેના તેની સાથે શું સંબંધ હતો? તેનો ખુલાસો થવાનો બાકી છે. વિકાસ દુબેએ કેટલાક અધિકારીઓની સંપત્તિ પણ રોકાણ કરી રાખી હતી. 

કોરોના: સંક્રમણની સ્થિતિ પર PM મોદીએ યોજી બેઠક, દિલ્હી સરકારના પ્રયત્નોની કરી પ્રશંસા

વ્યાજ પર કરોડોની લેતી-દેતી
પોલીસને મળેલી જાણકારી પ્રમાણે નોટબંધી પહેલા આશરે 6.30 કરોડ રૂપિયાની રોકડ પર વિકાસ દુબેએ  2% વ્યાજ લગાવ્યું હતું. વિકાસ દુબેના નામથી લખનઉમાં બે મોટા મકાન છે. આ સિવાય લખનઉ-કાનપુરમાં વિકાસ દુબેના ઘણા ફ્લેટ અને મકાન છે. રિપોર્ટ છે કે જય વાજપેયીના નામનો વ્યક્તિ વિકાસ દુબેનો વિશ્વસનીય સહયોગી છે. રિપોર્ટ પ્રમાણે તેના માધ્યમથી વિકાસ દુબેએ પોતાની કાણી કમાણીનો ભાગ દુબઈ અને થાઈલેન્ડમાં રોકાણ કરી રાખ્યો છે. 

વિદેશ યાત્રાઓ પર પણ નજર
વિકાસ દુબે ઘણા દેશોની યાત્રા પણ કરી ચુક્યો છે. હવે પોલીસ તેના આર્થિક-લેણ દેવના આધાર પર તેના વિદેશ પ્રવાસના ઇરાદાની તપાસ કરી રહી છે. પોલીસે વિકાસ દુબેની પત્ની રિચા દુબેની પૂછપરછ કરી અને નેતાઓ તથા વેપારીઓ સાથે તેના સંબંધ વિશે સવાલ-જવાબ કર્યાં છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More