Home> India
Advertisement
Prev
Next

Viral Video જોઈને બહાર ઢોસો ખાતા પહેલા હજારવાર વિચાર કરશો, કેવી રીતે બને છે તે જોઈ લો

Watch Viral Video: દક્ષિણ ભારતીય વાનગી ઢોસા દેશના ભાવતા વ્યંજનોમાંથી એક છે. ઈનટ્રનેટ પર લોકો દ્વારા આ જાણીતી ડીશની સાથે એક્સપરિમેન્ટ થનારા વીડિયોની ખુબ ટીકા થાય છે. હવે એક એલગ જ પ્રકારે ઢોસા બનાવવાનો એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને દર્શકોના મિક્સ પ્રતિભાવ સામે આવી રહ્યા છે.

Viral Video જોઈને બહાર ઢોસો ખાતા પહેલા હજારવાર વિચાર કરશો, કેવી રીતે બને છે તે જોઈ લો

દક્ષિણ ભારતીય વાનગી ઢોસા દેશના ભાવતા વ્યંજનોમાંથી એક છે. ઈનટ્રનેટ પર લોકો દ્વારા આ જાણીતી ડીશની સાથે એક્સપરિમેન્ટ થનારા વીડિયોની ખુબ ટીકા થાય છે. હવે એક એલગ જ પ્રકારે ઢોસા બનાવવાનો એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને દર્શકોના મિક્સ પ્રતિભાવ સામે આવી રહ્યા છે. ક્લિપમાં એક વ્યક્તિ રેસ્ટોરન્ટના ખુલ્લા કિચનમાં એક મોટા તવા પર ઢોસા બનાવતો જોઈ શકાય છે. જોવા મળી રહ્યું છે કે સામે અનેક ગ્રાહકો ભોજનની રાહ જોઈને ઊભા છે. ઢોસો તૈયાર કરનારો શેફ ગરમ તવા પર પાણી છાંટીને તેને સાફ કરવા માટે સાવરણો વાપરે છે. 

ઢોસા બનાવવા માટે સાવરણાનો ઉપયોગ
અત્રે જણાવવાનું કે દક્ષિણ ભારતમાં અનેક દુકાનો પર નારિયેળના ઝાડુનો ઉપોગ થતો હોય છે. જો કે વીડિયોએ ઈન્ટરનેટના એક મોટા વર્ગને નારાજ કર્યો છે. શેફ એક સાથે 12 ડોસા તૈયાર કરવા માટે મોટા તવાનો યૂઝ કરીને બટર ફેલાવે છે. તે ડોસામાં ઘી ખુબ નાખે છે. શેફ કઈક ફિલિંગ અને લાલ પાઉડર સાથે ડીશ તૈયાર કરે છે. નેટિઝન્સને જે વસ્તુ પર સૌથી વધુ ગુસ્સો આવ્યો તે છે તવાને રેડી કરવાની રીત. લોકોએ જણાવ્યું કે તવાને સાફ કરવા માટે સાવરણાનો ઉપયોગ કરવો એ સ્વચ્છતાના માપદંડો સાથે સમાધાન કરી શકે છે અને ખાદ્ય સુરક્ષા વિશે ચિંતા પેદા કરી શકે છે. 

વીડિયો પર રિએક્શન
કેટલાક લોકોએ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે આ તો બિલકુલ અનેહેલ્ધી છે. એક અન્ય યૂઝરે લખ્યું કે મને વિશ્વાસ નથી કે હું ક્યારેક આ પ્રકારે બનેલો ઢોસો ખાવામાં સહજ મહેસૂસ કરીશ. જો કે કેટલાક લોકોએ વીડિયોનો બચાવ કરતા એમ પણ લખ્યું કે આ ફક્ત એક પરંપરાગત રીત છે અને તેનાથી ખાદ્ય સુરક્ષાથી કોઈ સમાધાન થતું નથી. એક વ્યક્તિએ લખ્યું કે આ રીત પરંપરાગત રીતે સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે. આ સંપૂર્ણ રીતે સ્વચ્છ છે અને તેનાથી ખાદ્ય સુરક્ષા સાથે કોઈ સમાધાન નથી. હવે જોવાનું એ રહેશે કે શું રેસ્ટોરન્ટ આ પ્રક્રિયાને બદલવાનો નિર્ણય લેશે કે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More