Home> India
Advertisement
Prev
Next

Video: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો દોર ચાલુ, TMC કાર્યકર્તાની સરેઆમ હત્યા

પશ્ચિમ બંગલામાં રાજકીય હિંસા રોકાવવાનું નામ લઇ રહી નથી. હવે રાજ્યના ઉત્તર 24 પરગણામાં ટીએમસીના વોર્ડ અધ્યક્ષ નિર્મલ કુંડૂની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.

Video: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો દોર ચાલુ, TMC કાર્યકર્તાની સરેઆમ હત્યા

કોલકાતા: પશ્ચિમ બંગલામાં રાજકીય હિંસા રોકાવવાનું નામ લઇ રહી નથી. હવે રાજ્યના ઉત્તર 24 પરગણામાં ટીએમસીના વોર્ડ અધ્યક્ષ નિર્મલ કુંડૂની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બાઇક સવાર શખ્સોએ ટીએમસીના નેતાને નજીકથી માથામાં ગોળી મારી છે. ગોળી વાગતા જ કુંડૂ જમીન પર ઢળી પડ્યા અને લોકો દ્વારા તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું.

વધુમાં વાંચો: ‘જો ડરતે હૈ વો મરતે હૈ, જો લડતે હૈ વો હી કામયાબ હોતે હૈ’: મમતા બેનરજી

ટીએમસીએ ભાજપને આ હત્યા માટે જવાબદાર ગણાવી છે.

નિશ્ચિત નથી કે, તૃણમૂલ કોંગ્રેસ સરકાર 2021 સુધી બની રહેશે: વિજયવર્ગીય
ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મંગળવારે ઇશારામાં કહ્યું કે, પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર તેમના કાર્યકાળ કદાચ જ પૂરો કરી શેક. તેમની પાર્ટી કાર્યકર્તાઓથી અલગ વિધાનસભા ચૂંટણીથી પહેલા પોતાને એક ‘વૈકલ્પિક શક્તિ’ના રૂપમાં તૈયાર કરવાનો અનુરોધ કર્યો. લોકસભા ચૂંટણી બાદ સ્વતંત્ર પ્રતિનિધિઓ અને પ્રદેશ કાર્યાલય પદાધિકારીઓની સાથે પ્રથમ બેઠકનું સંબોધન કરતા રાજ્યના ભાજપ પ્રભારી વિજયવર્ગીયએ મુખ્યમંત્રી બેનર્જીને ‘અહંકારી પ્રશાસક’ ગણાવતા તેમને આડે હાથ લીધા હતા.

વધુમાં વાંચો: સુમિત્રા મહાજન નહીં બને મહારાષ્ટ્રના રાજ્યપાલ, છતાં સોશિયલ મીડિયામાં મળી શુભેચ્છાઓ

વધુમાં તેમણે કહ્યું કે, શું બંગાળમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવવા ગુનો છે? આ ગુનો કેમ છે, અમે ઇચ્છએ છે કે, મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા તે સ્પષ્ટ કરે. મમતા બેનરજીને ‘જય હિંદ’ અને ‘જય બંગાળ’ના નારાનો ઉલ્લેખ કરતા વિજયવર્ગીયએ કહ્યું કે, તેમની પાર્ટીને તેનાથી કોઇ સમસ્યા નથી. તેમણે કહ્યું, અમને આ નારાથી કોઇ મુશ્કેલી નથી, કેમકે જય હિંદ અને વંદે માતરમ તો આપણા સ્વતંત્રતા સંઘર્ષનો અભિન્ન ભાગ રહ્યો છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More