Home> India
Advertisement
Prev
Next

Exclusive: જ્ઞાનવાપી પરિસરમાં શિવલિંગના દાવાની જગ્યાનો વધુ એક વીડિયો સામે આવ્યો!

Gyanvapi Survey Video: જ્ઞાનવાપી મસ્જિદના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ વકીલ અને સર્વે કરનાર લોકો વઝૂખાનાના ફુવારા કે કથિત શિવલિંગનો ઘેરો કરી ઉભા છે. 

Exclusive: જ્ઞાનવાપી પરિસરમાં શિવલિંગના દાવાની જગ્યાનો વધુ એક વીડિયો સામે આવ્યો!

નવી દિલ્હીઃ વારાણસી કોર્ટમાં આજે જ્ઞાનવાપી કેસની સુનાવણી 4 જુલાઈ સુધી ટાળી દેવામાં આવી છે. પરંતુ આ વચ્ચે વઝૂખાનાના શિવલિંગ કે ફુવારાવાળી વિવાદિત જગ્યાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તમામ વકીલ અને જાણકાર પાણીના તે ઘેરાની બહાર જોવા મળી રહ્યાં છે. પરંતુ ઝી 24 કલાક આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. 

શું છે આ વીડિયોમાં?
આ વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ વકીલ અને સર્વે કરાવનાર લોકો વઝૂખાનાના ફુવારા કે શિવલિંગનો ઘેરો કરી ઉભા છે. આ વીડિયોમાં પાણી નિકળતું જોવા મળી રહ્યું છે. 

શું છે હિન્દુ પક્ષનો દાવો?
મહત્વનું છે કે હિન્દુ પક્ષનો દાવો છે કે તે વઝૂખાના વાળી વિવાદિત જગ્યા જેને ફુવારો હોવાની વાત કરવામાં આવી રહી છે કે ફુવારો નહીં પરંતુ ખુબ જૂનુ શિવલિંગ છે. 

આ વીડિયો સામે આવ્યા બાદ તમામ સવાલ ઉઠી રહ્યાં છે કે કોર્ટ દ્વારા ગોપનિયતાની વાત કહ્યાં બાદ પણ આ વીડિયો કઈ રીતે સામે આવ્યો? મહત્વનું છે કે કોર્ટે આ મામલામાં બંને પક્ષને સાવધાની રાખવાનું કહ્યું હતું. જજે સુનાવણી દરમિયાન સર્વેના ફોટો અને વીડિયોને ગોપનીય રાખવાનું કહ્યું હતું. આ મામલામાં તે પણ કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષ 2100 રૂપિયાની રકમ ભરી સર્વેના ડેટાની કોપી લઈ શકે છે. આ આદેશ બાદ અત્યાર સુધી માત્ર હિન્દુ પક્ષે ડેટા કલેક્ટ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More