Home> India
Advertisement
Prev
Next

VIDEO : જૂઓ ભારતીય હવાઈ દળના જેટ વિમાનમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભૂત નજારો

ભારતીય હવાઈ દળના ત્રણ વિમાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે હવામાં ઉડાન ભરીને સરદાર પટેલની વિરાટ પ્રતિમાની પાછળ તિરંગો બનાવ્યો હતો અને એ સમયે તેમણે કેમેરાની આંખે સાધુ બેટના સ્થળનું સુંદર શૂટિંગ કર્યું હતું 

VIDEO : જૂઓ ભારતીય હવાઈ દળના જેટ વિમાનમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભૂત નજારો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સરદાર પટેલની 143મી જન્મજયંતી પ્રસંગે કેવડિયા કોલોની ખાતે આવેલા સાધુ બેટમાં નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું રાષ્ટ્રાર્પણ કર્યું હતું. જમીન પરથી આ પ્રતિમા જેટલી વિરાટ દેખાય છે, તેવી જ રીતે આકાશમાંથી જોતાં તેનું કદ ઓર વધી જાય છે. 

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રતિમાનું રાષ્ટ્રાર્પણ કરી દેવાયા બાદ ભારતીય હવાઈ દળના ત્રણ વિમાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકદમ નજીકથી એટલે કે અત્યંત નીચી ઊંડાન ભરી હતી અને સરદારની પ્રતિમાની પાછળ તિરંગાનું નિર્માણ કર્યું હતું. 

સરદાર પટેલની આ પ્રતિમા 182 મીટરની ઊંચાઈ સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે. ન્યુયોર્કમાં આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઊંચાઈ 46મીટર છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ સરદાર સરોવર ડેમની બરાબર સામે આવેલા સાધુ બેટ ખાતે કરવામાં આવ્યું છે. ભારતીય હવાઈ દળના વિમાનમાંથી લેવામાં આવેલા આ વીડિયોમાં પક્ષીની આંખે એન્જિનિયરિંગની કમાલ જોવા મળે છે જે માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવી છે. 

વર્ષ 2013માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેની કલ્પના કરવામાં આવી હતી. 

સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હતા. દેશના 560 રજવાડાઓનાં વિલિનીકરણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જૂનાગઢ અને હૈદરાબાદના નવાબ જ્યારે દેશમાં જોડાવા તૈયાર ન થયા ત્યારે તેમણે લશ્કરી કાર્યવાહી કરીને ભારતમાં જોડાવા ફરજ પાડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More