Home> India
Advertisement
Prev
Next

VIDEO : રાજનાથના ભાષણ વચ્ચે જ લોકોએ લગાવ્યા રામ મંદિરના નારા, અને પછી....

લખનઉમાં યુવા કુંભમાં સંબોધન કરવા આવેલા રાજનાથ સિંહને એક વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને સ્થિતિ પણ એવી બની કે બે ઘડી માટે તેઓ વિચારમાં પડી ગયા હતા કે હવે કરવું શું...

VIDEO : રાજનાથના ભાષણ વચ્ચે જ લોકોએ લગાવ્યા રામ મંદિરના નારા, અને પછી....

લખનઉઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં રવિવારે યોજાયેલા યુવા કુંભમાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રી રાજનાથ સિંહ સામે એક વિચિત્ર સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. આ યુવાકુંભમાં રાજનાથ સિંહ સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ સભામાં હાજર લોકોએ રામ મંદિર નિર્માણના સમર્થનમાં નારા લગાવાનું શરૂ કરી દીધું હતું. અચાનક શરૂ થયેલા નારાથી વિચિત્ર સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. રાજનાથ સિંહ સહિત મંચ પર હાજર નેતાઓ સતત બેસી જવાની અપીલ કરતા હતા, પરંતુ લોકો અપીલને નજરઅંદાજ કરીને નારા લગાવાનું ચાલુ રાખ્યું હતું. 

રાજનાથ સિંહ મંચ પર થઈ ગયા અસહજ 
લોકોએ જ્યારે નારા લગાવાનું બંધ ન કર્યું અને ચાલુ જ રાખ્યું ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ અસમંજસમાં મુકાઈ ગયા હતા. હવે, આ નારાનો જવાબ આપવો તેનું તેમને કંઈ સુઝતું ન હતું. જ્યારે લોકો અટક્યા જ નહીં ત્યારે આખરે રાજનાથને કહેવું પડ્યું કે, 'બનશે.... બનશે.' રાજનાથે કહ્યું કે, હવે તો બેસી જાઓ. રામ મંદિર અંગે રાજનાથ સિંહના જવાબ બાદ લોકો ફરીથી ઉત્સાહમાં આવી ગયા અને ફરી જોર-જોરથી રામ મંદિરના સમર્થનમાં નારા લગાવા લાગ્યા હતા. 

મહાગઠબંધન 'અંગત અસ્તિત્વ' બચાવવા માટે 'નાપાક ગઠબંધન' : પીએમ મોદી

મંદિર અમે જ બનાવીશું: યોગી
રવિવારે યુવા કંભુમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 'કેટલાક લોકો કહે છે કે તેઓ એ પક્ષને જ વોટ આપશે જે રામ મંદિરનું નિર્માણ કરાવશે. હું આપને વિશ્વાસ અપાવું છું કે આ કામ જ્યારે પણ થશે અમે જ કરીશું. અમારા સિવાય બીજું કોઈ આ કામ નહીં કરે.'

ભારતના વધુ સમાચાર જાણા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More