Home> India
Advertisement
Prev
Next

સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું, શરજીલ ઈમામ બાદ હવે જરા આ મહોતરમાને પણ સાંભળી લો....

શરજીલ ઈમામ (Sharjeel Imam)ની બાદ હવે અન્ય એક યુવતીના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. બીજેપી (BJP) નેતા સાંબિત પાત્રા (Sambit Patra) એ એક યુવતીનો વીડિયો ટ્વિટ કર્યો છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો ક્યાંનો છે અને કયા સમયનો છે. આ વીડિયોમાં યુવતી ભડકાઉ ભાષણ આપી રહી છે, જેમાં તે સુપ્રિમ કોર્ટ પર સવાલ ઉઠાવી રહી છે. સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું કે, હવે શરજીલ ઈમામ બાદ જરા આ મહોતરમાને પણ સાંભળી લો. 

સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું, શરજીલ ઈમામ બાદ હવે જરા આ મહોતરમાને પણ સાંભળી લો....

નવી દિલ્હી :શરજીલ ઈમામ (Sharjeel Imam)ની બાદ હવે અન્ય એક યુવતીના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. બીજેપી (BJP) નેતા સાંબિત પાત્રા (Sambit Patra) એ એક યુવતીનો વીડિયો ટ્વિટ કર્યો છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો ક્યાંનો છે અને કયા સમયનો છે. આ વીડિયોમાં યુવતી ભડકાઉ ભાષણ આપી રહી છે, જેમાં તે સુપ્રિમ કોર્ટ પર સવાલ ઉઠાવી રહી છે. સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું કે, હવે શરજીલ ઈમામ બાદ જરા આ મહોતરમાને પણ સાંભળી લો. 

સાપસીડીની રમત જેવું બન્યું ગુજરાતનું હવામાન, બે દિવસ માવઠાની આગાહી, અને તેના પછી...

યુવતી વીડિયોમાં કહી રહી છે કે, ‘અમને કોઈના પર ભરોસો નથી રહ્યો. આ સુપ્રિમ કોર્ટ પર પણ વિશ્વાસ નથી રહ્યો. અફઝલ ગુરુ નિર્દોષ હતો. રામજન્મભૂમિ પર મસ્જિદ બનવાની હતી....’ સાંબિત પાત્રાએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, ‘મિત્રો.... આટલા ઝેરની ખેતી  (એ પણ માસ મેન્યુફેક્ચરિંગ) આટલા ઓછા દિવસોમાં તો કંઈ નહિ થયું હોય....’

આ યુવતી કથિત રીતે કહી રહી છે કે, અમે જ્યારે ઉતર્યા છે, તો સીએએ-એનઆરસીને કારણે ઉતર્યાં છે. પરંતુ માત્ર એની વિરુદ્ધ જ નથી ઉતર્યા. સીએએ અને એનઆરસીની બાદ અમે અનુભવી રહ્યા છે કે, અમારો કોઈ ચીજ પર ભરોસો નથી રહ્યો. ન તો અમે સરકાર પર ભરોસો કરી શકીએ છીએ, ન તો અમે સુપ્રિમ કોર્ટ પર ભરોસો કરી શકીએ છીએ.

રાશિફળ 27 જાન્યુઆરી : તગડી કમાણી થશે કે ફાલતુ ખર્ચા થશે, આજનું રાશિફળ વાંચીને નીકળજો ઘરની બહાર 

ઉલ્લેખનીય છે કે, સીએએ (CAA) અને એનઆરસી (NRC)ની વિરુદ્ધ દેશભરમાં જાહેર વિરોધ પ્રદર્શનોની વચ્ચે જેએનયુ (JNU)ના એક વિદ્યાર્થી શરજીલ ઈમામનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ઈમામ બહુ જ આપત્તિજનક ભાષણ આપીને આસામને ભારતથી કાપવાની વાત કરી રહ્યો છે.

ઝી ન્યૂઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશભરના સમાચાર જોવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More