Home> India
Advertisement
Prev
Next

VIDEO: એમપીના DGPનું શરમજનક નિવેદન, કહ્યું-'છોકરીઓની સ્વતંત્રતાને લીધે અપહરણની ઘટનાઓ વધી'

છોકરીઓની આઝાદીને લઈને મધ્ય પ્રદેશના ડીજીપી વી કે સિંહનું એક અજીબોગરીબ નિવેદન સામે આવ્યું છે.

VIDEO: એમપીના DGPનું શરમજનક નિવેદન, કહ્યું-'છોકરીઓની સ્વતંત્રતાને લીધે અપહરણની ઘટનાઓ વધી'

નવી દિલ્હી: છોકરીઓની આઝાદીને લઈને મધ્ય પ્રદેશના ડીજીપી વી કે સિંહનું એક અજીબોગરીબ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દેશભરમાં અપહરણની વધી રહેલી ઘટનાઓ પાછળ છોકરીઓની આઝાદી કારણભૂત છે. અત્રે જણાવવાનું કે વી કે સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે તેઓ મહિલા સંબંધી અપરાધો પર જાગરૂકતા અભિયાન ચલાવવા મુદ્દે ગ્વાલિયર ગયા હતાં. તેમનું માનવું છે કે આ પ્રકારની ઘટનાઓ માટે છોકરીઓ પોતે જવાબદાર છે. કારણ કે તેઓ હવે પહેલા કરતા વધુ સ્વતંત્ર છે. ડીજીબી સાહેબનું કહેવું છે કે મોટાભાગે છોકરીઓ પ્રેમમાં પડે છે અને તેમના ઘરવાળા અપહરણના રિપોર્ટ નોંધાવવા આવે છે. 

હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ કેસરિયો ધારણ કર્યો, મોટા નેતાઓની હાજરીમાં લીધી સદસ્યતા

પોતાના નિવેદનમાં ડીજીપી વી કે સિંહે કહ્યું કે એક નવો ટ્રેન્ડ IPC 369 તરીકે જોવા મળ્યો છે. છોકરીઓ વધુને વધુ સ્વતંત્ર થઈ રહી છે. આજના સમાજમાં છોકરીઓની વધેલી સ્વતંત્રતા એક સત્ય છે. એવા કેસ ઘણા આવ્યાં છે જેમાં તેઓ ઘરેથી જતી રહે છે અને રિપોર્ટ અપહરણનો હોય છે. સિંહનો આ અંગેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. વી કે સિંહના આ નિવેદન બાદ દરેક જણા તેમના આ નિવેદનની ટીકા કરી રહાં છે અને પોતાના વિચાર બદલવાનું કહે છે. 

આ બાજુ જ્યારે મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી બાલા બચ્ચનને ડીજીપી વી કે સિંહના આ નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે 'છોકરીઓ પ્રત્યેના અપરાધો પર લગામ કસાવી જોઈએ. આવા અપરાધો વધવા જોઈએ નહીં. સરકારની સમીક્ષા બેઠકમાં પહેલેથી સ્પષ્ટ કરી  દેવાયું છે કે જો કોઈ પણ પોલીસ સ્ટેશન હદમાં આવી ઘટનાઓ ઘટશે તો નાના પોલીસકર્મીઓથી લઈને અધિકારીઓ સુધીના લોકો જવાબદાર ગણાશે. અમે મધ્ય પ્રદેશની જનતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.'

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More