Home> India
Advertisement
Prev
Next

ફારુક અબ્દુલ્લાની તુમાખી: 370 કોણ રદ્દ કરે છે કાશ્મીરમાંથી હું જોઉ છું

હાઇવે બંધ કરીને અને મીરવાઇઝને દિલ્હી લઇ જઇને તેઓ અમને દબાવવા માંગે છે પરંતુ તે શક્ય નથી

ફારુક અબ્દુલ્લાની તુમાખી: 370 કોણ રદ્દ કરે છે કાશ્મીરમાંથી હું જોઉ છું

શ્રીનગર : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના પ્રચારમાં લાગેલા નેતા નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાએ ભાજપનાં ચૂંટણી ઢંઢેરા પર તીખી પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ કહ્યું કે, ભાજપે પોતાનાં સંકલ્પ પત્રમાં જમ્મુ કાશ્મીરની કલમ 370ને રદ્દ કરવાની વાત કરી છે. તેઓ 370 રદ્દ કરશે તો તેઓ વિલય કઇ તરફ રહેશા ? 

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ શું તેમને મિટાવવા ઇચ્છે છે. એવુ સમજે છે કે બહારથી લાવશે અહીં વસાવશે અને અમારુ પત્તુ સાફ કરી નાખશે. અમે શું ઉંઘતા રહીશું ? અમે તેની સામે લડીશું. તેની વિરુદ્ધ ઉભા થઇ જાઓ. 370ને રદ્દ કરશો તો ઇલહાક (વિલય) ક્યાં રહી જશે.  અલ્લાહ ની કસમ જો અલ્લાહને એ જ મંજુર હશે તો અમે તેમનાથી આઝાદ થઇ જઇશું. તેઓ 370ને રદ્દ કરે હું પણ જોઇ છું કે કોણ અહીં તેમનો ઝંડો ફરકાવવા માટે અહીં રહેશે. એવી વસ્તુઓ ના કરે કે જેનાંથી અમારુ હૃદય તોડવાનાં પ્રયાસો કરી રહ્યા હો. 

જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC) ફારુક અબ્દુલ્લાએ શ્રીનગરનાં ડાઉન ટાઉન વિસ્તારમાં પહેલી ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાજ્યપાલ પર પણ નિશાન સાધ્યું હતું. ફારુકે રાજ્યપાલને હાઇવે પર પ્રતિબંધ લગાવવા અંગે નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે, તેમણે માત્ર 45 વાહનો માટે અમારા હાઇવે બંધ કરી દીધા છે. મને લાગે છે કે રાજ્યપાલ પોતે કાંઇ જ નથી વિચારતા, તેઓ દિલ્હીનાં આદેશ અનુસાર ચાલી રહ્યા છે. 

ભાજપ અને કોંગ્રેસનાં ઢંઢેરામાં 4 મુખ્ય તફાવત, અડધી મિનિટમાં સમજો બંન્નેનું વિઝન

મીરવાઇઝને એનઆઇએ હેડક્વાર્ટર દિલ્હી બોલાવવા અંગે ફારુકે કહ્યું કે, આજે મીરવાઇઝને દિલ્હી લઇ જવામાં આવ્યો હતો, શું તેની તપાસ અહીં થઇ શકે તેમ નહોતી. શું તમે અમને દબાવવા માટે તમારી શક્તિ દેખાડવા માંગો છો. પરંતુ અમે ડરતા નથી, જો તેમને લાગે છે કે અમને દબાવી દેશો તો આ માત્ર તમારુ સપનું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More