Home> India
Advertisement
Prev
Next

VIDEO: શતાબ્દી એક્સપ્રેસના ટોઈલેટમાં ફસાઈ ગયા કોંગ્રેસ નેતા, જુઓ કેવી રીતે બહાર કઢાયા

મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમેટીના પૂર્વ સંગઠન મહામંત્રી ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદી શતાબ્દી એક્સપ્રેસના ટોઈલેટમાં ફસાઈ ગયાં. ત્યારબાદ દોઢ કલાક સુધી ખુબ મથામણ કરીને તેમને બહાર કઢાયા.

VIDEO: શતાબ્દી એક્સપ્રેસના ટોઈલેટમાં ફસાઈ ગયા કોંગ્રેસ નેતા, જુઓ કેવી રીતે બહાર કઢાયા

ભોપાલ: મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમેટીના પૂર્વ સંગઠન મહામંત્રી ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદી શતાબ્દી એક્સપ્રેસના ટોઈલેટમાં ફસાઈ ગયાં. ત્યારબાદ દોઢ કલાક સુધી ખુબ મથામણ કરીને તેમને બહાર કઢાયા. વાત જાણે એમ બની કે ચંદ્રિકા પ્રસાદ ત્રિવેદી ટ્રેનની જે બોગીમાં સફર કરી રહ્યાં હતાં તેના ટોઈલેટની સ્ટોપર (કડી) જામ થઈ ગઈ હતી. આવામાં તેમણે પહેલા દરવાજો ખખડાવ્યો, પરંતુ જ્યારે ખુબ સમય થવા છતાં કોઈએ તેમનો અવાજ ન સાંભળ્યો તો તેમણે પુત્રને ફોન કર્યો. પુત્રને ફોન પર આખી પરિસ્થિતિ જણાવી અને ત્યારબાદ પુત્રએ રેલવે હેલ્પલાઈન નંબર પર  ફોન કરીને પિતા ટોઈલેટમાં ફસાઈ ગયા હોવાની વાત જણાવી.

પુત્રે કર્યો રેલવે હેલ્પલાઈન પર ફોન
ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદીના પુત્ર નીરજે પહેલા તો રેલવે હેલ્પ લાઈન નંબર 139 પર કોલ કર્યો. ત્યારબાદ અનેક કોશિશો કરવા છતાં જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો તેમણે રેલવેના ટોલફ્રી નંબર 1512 પર ફોન કર્યો અને ઘટનાની જાણકારી આપી. અડધા કલાકની માથાકૂટ બાદ નીરજ સાંજે 4.50 વાગે લલિતપુર જીઆરપી સાથે સંપર્ક કરી શક્યો. ત્યારબાદ જીઆરપીએ ટ્રેનમાં જ મુસાફરી કરી રહેલી ટેક્નિકલ ટીમને કોચમાં મોકલી. બે કર્મચારીઓએ ગેટ ખોલવાની ખુબ કોશિશ કરી, પરંતુ અનેક મથામણ કરવા છતાં સફળતા મળી નહીં અને એક કલાકની કોશિશો બાદ ગેટની સ્ટોપર તોડીને ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદીને બહાર કઢાયા. 

શતાબ્દી એક્સપ્રેસના સી-4માં કરી રહ્યાં હતાં મુસાફરી
અત્રે જણાવવાનું કે ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદી ભોપાલથી ઉપડેલી શતાબ્દી એક્સપ્રેસના સી-4માં મુસાફરી કરી રહ્યાં હતાં. ટ્રેન જ્યારે વિદિશા પહોંચવાની હતી ત્યારે જ  તેઓ શૌચાલય ગયાં. ત્યારબાદ જેવા બહાર નીકળવા માટે દરવાજો ખોલવાની કોશિશ કરી કે સ્ટોપર જામ થઈ ગઈ. પહેલા તો તેમણે ખુબ જોર જોરથી દરવાજો ખખડાવ્યો. પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં. ખુબ સમય જતા જ્યારે કોઈ ટોઈલેટ સુધી આવ્યું નહીં તો તેમણે પુત્રને કહ્યું. અનેક મથામણ બાદ તેમને બહાર કાઢવામાં આવ્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More