Home> India
Advertisement
Prev
Next

આજે PMની રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સ, લેવાઈ શકે છે lockdown વિશે નિર્ણય

દેશમાં કોરોના વિરૂદ્ધ ઝુંબેશ છેડાઈ છે ત્યારે દેશવ્યાપી લડાઈ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે.

આજે PMની રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સ, લેવાઈ શકે છે lockdown વિશે નિર્ણય

નવી દિલ્હી : દેશમાં કોરોના વિરૂદ્ધ ઝુંબેશ છેડાઈ છે ત્યારે દેશવ્યાપી લડાઈ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ચર્ચા દરમિયાન લોકડાઉન વિશે નિર્ણય લઈ શકાય છે. દેશમાં કોરોના મહામારી ફેલાયા બાદ વડાપ્રધાન સાથે રાજ્યોના મુખ્યમંત્રીઓની આ ત્રીજી વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત થશે.

કોરોના મહામારીના પગલે પ્રથમ વખત 24 માર્ચે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કરતા 25 માર્ચથી 14 એપ્રિલ સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગૂ કર્યું હતું. જો કે લોકડાઉનના ચુસ્ત અમલ છતાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળતા સરકારે લોકડાઉનને 2 અઠવાડિયા લંબાવીને 3 મેં સુધી લાગૂ કર્યું છે.

દેશમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા વધારવામાં આવેલું લોકડાઉન 3 મેએ પૂર્ણ થઈ રહ્યું છે.  COVID-19 સંક્રમણની ગતિ હજુ ધીમી પડી નથી, તેવામાં ઘણા રાજ્ય 3 મે બાદ પણ લોકડાઉન જારી રાખવા ઈચ્છે છે. કોરોના પર બનેલી દિલ્હી સરકારની કમિટીએ એક દિવસ પહેલાં કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં 16 મે સુધી લોકડાઉન વધારવું પડશે. ત્યારબાદ શનિવારે વધુ પાંચ રાજ્યોએ કહ્યું કે, અમારે ત્યાં હોટસ્પોટમાં 3 મે બાદ પણ લોકડાઉન યથાવત રાખવા ઈચ્છીએ છીએ. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લોકડાઉન આગળ વધારવાની વાત કહેવામાં આવી છે. આંધ્ર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુએ કહ્યું કે, તે કેન્દ્રના આદેશોનું પાલન કરશે પરંતુ આસામ, કેરલ અને બિહાર આ વિશે વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ બાદ કોઈ નિર્ણય લેવા ઈચ્છે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More