Home> India
Advertisement
Prev
Next

Video: SDMના ચેમ્બરમાં ઘૂસી BJP ધારાસભ્યએ જામાવી ધાક, કહ્યું- ‘હજુ તમે નવા છો’

મધ્ય પ્રદેશમાં નેતાઓના અધિકારીઓ સાથે દુર્વ્યવહાર હજુ પણ જોવા મળી રહ્યાં છે. આ મામલો બીનાનો છે. જ્યાં ભાજપ ધારાસભ્ય તેમના સમર્થકોની સાથે એસડીએમના ચેમ્બરમાં ધૂસી ગયા અને ત્યાં હાજર એસડીએમને ધમકાવવા લાગ્યા હતા

Video: SDMના ચેમ્બરમાં ઘૂસી BJP ધારાસભ્યએ જામાવી ધાક, કહ્યું- ‘હજુ તમે નવા છો’

નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં નેતાઓના અધિકારીઓ સાથે દુર્વ્યવહાર હજુ પણ જોવા મળી રહ્યાં છે. આ મામલો બીનાનો છે. જ્યાં ભાજપ ધારાસભ્ય તેમના સમર્થકોની સાથે એસડીએમના ચેમ્બરમાં ધૂસી ગયા અને ત્યાં હાજર એસડીએમને ધમકાવવા લાગ્યા હતા. જ્યાં ધારાસભ્ય અને તેમના સમર્થકોએ એસડીએમની સામે મુર્દાબાદના નારા પણ લગાવ્યા અને અધિકારીની સામે ધાક જમાવવા લાગ્યા હતા.

વધુમાં વાંચો:- ઉત્તરથી પૂર્વમાં પૂરનો કહેર, આસામમાં 15 અને બિહારમાં 34ના મોત

ભાજપના ધારાસભ્ય મહેશ રાય અહી તેમના સમર્થકોની સાથે એસડીએમ કેએલ મીણાની પાસે મેમોરેન્ડમ સોંપવા પહોંચ્યા હતા, પરંતુ જ્યારે એસડીએમે મેમોરેન્ડમ લેવા માટે બહાર આવવાથી ઇન્કાર કર્યો અને કહ્યું કે, તેઓ મેમોરેન્ડમ મામલતદારને સોંપી દે. તો ધારાસભ્ય તેમના સમર્થકોની સાથે એસડીએમના ચેમ્બરમાં ઘૂસી ગાયા અને તેમની સામે મુર્દાબાદના નારા લગાવવા લાગ્યા હતા. જણાવી દઇએ કે, ધારાસભ્ય મહેશ રાય અહીં વીજળીની સમસ્યાને લઇને પહોંચ્યા હતા.

વધુમાં વાંચો:- ચંદ્રયાનનું લોન્ચિંગ અટકાવવાનાં ઇસરોનાં નિર્ણયના વૈશ્વિક સ્તર પર થઇ રહ્યા છે વખાણ

તે દરમિયાન ધારાસભ્ય મહેશ રાયની સાથે લગભગ એક ડર્ઝનથી વધારે સમર્થકો હતા. જેમણે કેબિનમાં ઘૂસતા જ એસડીએમ પર વરસી પડ્યા હતા. ધારાસભ્યએ એસડીએમ પર ધાક જમાવતા કહ્યું કે, હજુ તમે અહી નવા નવા આવ્યા છો અને તેમને નથી ખબર કે ધારાસભ્ય સાથે કેવીરીતે વાત કરવી. આ સંપૂર્ણ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધારાસભ્ય કહેતા સંભળાય છે કે, સંભળો, હજુ તમે નવા નવા છો. તમને રીત નથી ખબર કે એક એમએલએ સાથે કેવી રીતે વાત કરવી.

જુઓ LIVE TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More