Home> India
Advertisement
Prev
Next

દિલ્હી: ઘરની બહાર ઊભેલી મહિલાની સાથે બાઈક સવાર બદમાશોએ કરી આ કેવી હરકત, જુઓ VIDEO

રાજધાની દિલ્હીમાં બાઈક સવાર બદમાશો દ્વારા એક વયોવૃદ્ધ મહિલાની ચેન ખેંચી લેવાનો મામલો સામે આવ્યો છે.

દિલ્હી: ઘરની બહાર ઊભેલી મહિલાની સાથે બાઈક સવાર બદમાશોએ કરી આ કેવી હરકત, જુઓ VIDEO

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં બાઈક સવાર બદમાશો દ્વારા એક વયોવૃદ્ધ મહિલાની ચેન ખેંચી લેવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના પશ્ચિમ દિલ્હીના હરિનગર વિસ્તારમાં ઘટી છે. ઘર પાસેથી જ ચેન ખેંચાઈ જવાનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. મહિલા કેન્દ્ર સરકારની રિટાયર્ડ અધિકારી હોવાનું કહેવાય છે. જે સમયે આ ઘટના ઘટી ત્યારે તે મહિલા ઘરની બહાર ફેરિયા પાસેથી કઈંક સામાન ખરીદી રહી  હતી.

જુઓ VIDEO

આ ઘટના શનિવારે 21મી સપ્ટેમ્બરે બપોરે બની. 62 વર્ષના કુલબીર રાયપાલ તેમના ઘરની બહારથી સામાન ખરીદી રહ્યાં હતાં. અચાનક ત્યારે જ બે બાઈક સવાર આવ્યાં. પહેલા તો તેઓ મહિલા પાસે આવ્યાં અને આગળ નિકળી ગયાં. ત્યારબાદ તેમની બાઈક યુટર્ન મારીને પાછળ બેઠેલા બદમાશે મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી. 

જુઓ LIVE TV

ચેન પડાવીને બાઈક સવાર તરત ભાગી ગયો. 62 વર્ષની મહિલા કુલભીર રાયપાલ હરિનગરમાં સી બ્લોકમાં રહે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More