Home> India
Advertisement
Prev
Next

એક તરફ જવાનો મરી રહ્યા છે અને દેશનાં વડાપ્રધાન ફિટનેસ- ફિટનેસ રમે છે

આઝમ ખાને વડાપ્રધાન મોદી પર જે વીડિયો મુદ્દે નિશાન સાધ્યું છે તે વીડિયોને વડાપ્રધાને પોતાની અધિકારીક ટ્વીટર એકાઉન્ટથી 13 જુને ઇશ્યું કર્યું હતું

એક તરફ જવાનો મરી રહ્યા છે અને દેશનાં વડાપ્રધાન ફિટનેસ- ફિટનેસ રમે છે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા સેનાના જવાનો અને પત્રકારની નિર્મમ હત્યાના મુદ્દે સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાને વડાપ્રધાન મોદી પર વ્યંગ કર્યો છે. આઝમ ખાને વડાપ્રધાન મોદી દ્વારા હાલમાં જ ઇશ્યું કરવામાં આવેલા ફિટનેસ વીડિયો મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. આઝમે કહ્યું કે, સેનાનાં જવાનની હત્યા, પત્રકારની હત્યા, ઇમાનદારની હત્યા, મજુરની હત્યા, વિદ્યાર્થીની હત્યા... આ બધુ પાછળ છુટી ગયું છે. પહેલા ફિટનેસ કરો... પહેલા ફિટનેસ હોવી જોઇએ બસ ફિટનેસ પર ધ્યાન આપો. 

આઝમ ખાન એટલે જ નહોતા અટક્યા, તેમણે વડાપ્રધાન મોદી દ્વારા ઇશ્યું કરવામાં આવેલા ફિટનેસનાં વીડિયો અંગે પર વ્યંગ કરતા કહ્યું કે, એક તરફ જ્યારે જવાનો મરાઇ રહ્યા છે અને પોતાનાં દેશના વડાપ્રધાન તે દિવસે દંડ બેઠક લગાવી રહ્યા હતા અને દેશને દેખાડી રહ્યા કે તેઓ કેટલા ફિટ છે. વડાપ્રધાન ફિટ, દેશ અનફીટ.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં ગુરૂવારે ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન ઓરંગજેબને આતંકવાદીઓએ પુલવામાથી ઉઠાવી લીધા હતા અને ત્યાર બાદ તેમની નિર્મમ હત્યા કરી દેવાઇ હતી. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં વરિષ્ઠ પત્રકાર અને રાઇઝિંગ કાશ્મીરનાં સંપાદક શુજાત બુખારી અને તેનાં પીએસઓની ગુરૂવારે અજાણ્યા બંદુકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હૂમલો શ્રીનગરમાં તેની ઓફીસની બહાર થઇ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More