Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળ ન ખોલવાનો મુદ્દો ઉદ્ધવ સરકાર માટે બન્યો માથાનો દુખાવો

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મંદિરોને ખોલવાની માંગને લઇને આજે મુંબઇ (Mumbai) સહિત સમગ્ર રાજ્યમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. મુંબઇમાં સાંજના પાંચ વાગ્યાથી ત્રણ મંદિરો મુંબા દેવી મંદિર, મહેશ્વર મંદિર અને અંબે માતા મંદિરની બહાર પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળ ન ખોલવાનો મુદ્દો ઉદ્ધવ સરકાર માટે બન્યો માથાનો દુખાવો

મુંબઇ: વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મંદિરોને ખોલવાની માંગને લઇને આજે મુંબઇ (Mumbai) સહિત સમગ્ર રાજ્યમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. મુંબઇમાં સાંજના પાંચ વાગ્યાથી ત્રણ મંદિરો મુંબા દેવી મંદિર, મહેશ્વર મંદિર અને અંબે માતા મંદિરની બહાર પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:- હવે બનશે નવું સંસદ ભવન, સાંસદોને મલશે આ તમામ આધુનિક સુવિધાઓ

VHPએ મંદિરોના તાળા ખોલવાની આપી ધમકી
વિશ્વ હિન્દુ પરિષદએ ધમકી આપી હતી કે, ઠાકરે સરકારે મંદિરોના તાળા ખોલ્યા નહીં તો તે જાતે ખોલી દેશે. આ પહેલા ભાજપે પણ મંદિરોને ખોલવાની માંગને લઇને અગાઉ આંદોલન કર્યું હતું. ભાજપ નેતા રામ કદમે ટ્વીટ કરી કહ્યું કે, મહારાષ્ટ્રમાં વીએચપી સહિત શીખ, મુસ્લિમ અને જૈન મતોના લોકો સતત ધાર્મિક સ્થળ ખોલવાની માંગ કરી રહ્યાં છે. આખરે મહારાષ્ટ્ર સરકાર આ લાખો લોકોની પ્રાર્થનાનો ક્યારે જવાબ આપશે?

આ પણ વાંચો:- દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 78 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 650 લોકોનું મૃત્યુ

મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ ઉદ્ધવ સરકારને લખી ચુક્યા છે પત્ર
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ ઠાકરે સરકારને પત્ર લખી મંદિર ખોલવાની માંગ કરી ચુક્યા છે. પરંતુ પોતે હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા બાલાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે મંદિર ખોલવાના મુડમાં નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More