Home> India
Advertisement
Prev
Next

અયોધ્યામાં VHPની આજે ધર્મસભા, 2 લાખ રામભક્તોનો પહોંચવાનો દાવો

આ ધર્મસભાની તૈયારી માટે RSS અને VHP દ્વારા કોઇ કરસ છોડવામાં આવી નથી. સમગ્ર દેશમાંથી રામભક્તો આ કાર્યક્રમમાં જોડાઇ રહ્યાં છે.

અયોધ્યામાં VHPની આજે ધર્મસભા, 2 લાખ રામભક્તોનો પહોંચવાનો દાવો

રાજીવ શ્રીવાસ્તવ, લખનઉ: રવિવારે VHP અને RSS દ્વારા અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 2 લાખથી વધારે લોકો જોડાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. VHP દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રામ મંદિર નિર્માણને લઇને આ છેલ્લી ધર્મસભા છે. આ ધર્મસભાની તૈયારી માટે RSS અને VHP દ્વારા કોઇ કરસ છોડવામાં આવી નથી. સમગ્ર દેશમાંથી રામભક્તો આ કાર્યક્રમમાં જોડાઇ રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠી અને રાયબરેલીથી પણ લગભગ 30 હજાર રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યાં છે.

વાંચવા માટે અહીં ક્લિક કરો: અયોધ્યા: ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે સરયુ નદીમાં મહાઆરતીમાં લીધો ભાગ

RSS સંગઠનના પદાધિકારીઓનું કહેવું છે કે ધર્મસબા કાશી, અવધ, કાનપુર અનો ગોરક્ષ પ્રાંતથી રામભક્તોને એકત્રિત કરવા અયોધ્યા મોકલવામાં આવશે. અત્યાર સુધીમાં જે આંકડા સામે આવ્યા છે તેમના અનુસાર આરએસએસ અને તેમના સહાયક સંગઠન જેમાં ભાજપ પણ શામેલ છે, રાહુલ અને સોનિયા ગાંધીના ગઢ અમેઠી અને રાયબરેલીથી રવિવારે અયોધ્યા માટે લગભગ 33 હજાર રામ ભક્તો મોકલવામાં આવ્યા છે. કેટલાક રામ ભક્ત શનિવારે જ અયોધ્યા પહોંચી ગયા છે, જ્યારે અન્ય રવિવારે અયોધ્યા માટે રવાના થવાના છે.

વાંચવા માટે અહીં ક્લિક કરો: મધ્યપ્રદેશ: યોગીએ કહ્યું કમલનાથને અલી મુબારક, અમને બજરંગબલી જોઇએ

મળતી જાણકારી અનુસરા, 123 બસો, 1800 મોટર સાયકલ અને લગભગ 450 કારની સાથે અમેઠીના રામભક્ત અયોધ્યામાં હાજર રહેશે. RSS સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 16 હજાર રામ ભક્ત અમેઠી જિલ્લામાંથી આવશે. આ રીતે રાયબરેલીથી 117 બસો, 776 કાર તેમજ 1150 મોટર સાયકલ દ્વારા રામ ભક્ત અયોધ્યા પહોંચશે. રાયબરેલીથી 17 હજાર રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યાં છે.

વાંચવા માટે અહીં ક્લિક કરો: ઉપેંદ્ર કુશવાહાએ કહ્યું,NDAમાં હવે બેઇજ્જતી સહન નહી, PMએ કરવો પડશે ન્યાય

અવધ પ્રાંત જેમાં કેટલા જિલ્લા જેવા કે, બારાબંકી, લખનઉ અને રાયબરેલી પણ શામેલ છે. ત્યાંથી લગભગ 1 લાખ રામ ભક્તો 1200 બસો, 8600 ગાડીઓ, 27 હજાર મોટરસાયકલ અને લભગભ 450 જેટલા અન્ય વાહનો પર સવાર થઇ અયોધ્યા પહોંચી રહ્યાં છે. આજ રીતે કાશી પ્રાંતથી લગભગ 80 હજાર રામ ભક્તો અયોધ્યામાં હાજર રહેશે. કાશી પ્રાંતથી 1322 બસો, 1546 કાર અને 7 હજાર મોટર સાયકલ અને આ ઉપરાંત ટ્રેનથી લગભહ 15 હજાર કાર્યકર્તાઓ અયોધ્યા પહોંચશે.

વાંચવા માટે અહીં ક્લિક કરો: રામલલા તમામ લોકોના ભગવાન, મંદિર માટે સૌકોઇ આગળ આવે: રામ વિલાસ વેદાંતી

બધી જગ્યાઓથી રામ ભક્ત તેમના જિલ્લા અનુસાર બેન્ડવાજાની સાથે અયોધ્યા પહોંચી રહ્યાં છે. કાશી મહાનગરના ચાર સ્થળોથી કાર્યકર્તા એકત્રિત થઇ ધર્મસભામાં સામેલ થવા માટે અયોધ્યા રવાના થઇ રહ્યાં છે. ત્યારે કાશી મહાનગરથી મોટી સંખ્યામાં રામ ભક્ત હાથમાં ત્રિશૂલ, શરીર પર ભસ્મ અને ટાઇગર અંબર ઓઢી જટા ધારી ભગવાન શિવનું રૂપ ધારણ કરી અયોધ્યા પહોંચશે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More