Home> India
Advertisement
Prev
Next

આ રાજ્યના લાખો ખેડૂતોને મળશે મોટી ભેટ, 25,000 રૂપિયા સુધીની રકમ એકાઉન્ટમાં જમા થશે

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજ રાંચીના પ્રવાસે છે. તેઓ અહીંના ખેડૂતોને ભેંટ આપવાના છે. મળતી માહિતી મુજબ આજે પ્રદેશના 13.60 લાખ ખેડૂતોને મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાનો લાભ મળશે.

આ રાજ્યના લાખો ખેડૂતોને મળશે મોટી ભેટ, 25,000 રૂપિયા સુધીની રકમ એકાઉન્ટમાં જમા થશે

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજ રાંચીના પ્રવાસે છે. તેઓ અહીંના ખેડૂતોને ભેંટ આપવાના છે. મળતી માહિતી મુજબ આજે પ્રદેશના 13.60 લાખ ખેડૂતોને મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાનો લાભ મળશે. આ ખેડૂતોના ખાતામાં સીધા 442 કરોડ  રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદા યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ એકર પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજના હેઠળ 35 લાખ ખેડૂતોના ખાતામાં 3000 કરોડ રૂપિયા નાખવામાં આવશે. 

fallbacks

સ્પષ્ટ છે કે એક એકર કે તેનાથી ઓછી કૃષિ જમીન ધરાવતા ખેડૂતોને 5000 રૂપિયા અને 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં વધુમાં વધુ 25000 રૂપિયાની રકમ બે હપ્તે જમા કરાવવામાં આવશે. રાજ્યની આ પહેલી એવી યોજના છે જેની 100 ટકા ચૂકવણી ડીબીટી (ડાઈરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) માધ્યમથી થશે. કૃષિ વિભાગના આકલન મુજબ રાજ્યમાં 83 ટકા ખેડૂતો પાસે 2 એકર કે તેનાથી ઓછી જમીન છે. તેમાંથી 65 ટકા ખેડૂતો એવા છે જેમની પાસે એક એકરથી ઓછી જમીન છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે રાજ્ય સરકાર  ખેડૂતોની આવક વધારવા માટે 2250 કરોડની રકમ ખર્ચ કરશે. મુખ્યમંત્રી રઘુવર દાસે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં આ યોજનાને શામેલ કરાઈ છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પૂરું કરવામાં આ યોજના ખુબ મદદગાર સાબિત થશે. ખેડૂતોને બીયારણ, ખાતર અને અન્ય કૃષિ રોકાણ માટે બીજા પર કે બેંક પર નિર્ભર રહેવું પડશે નહીં. તેમને ખેતી માટે કોઈની પાસેથી કરજ લેવું પડશે નહીં. 

મુખ્યમંત્રીએ દાવો કર્યો કે આ યોજના સંપૂર્ણ રીતે ખેડૂતોના કલ્યાણ માટે હશે. ખેડૂતોના ખાતામાં રકમ સીધી ટ્રાન્સફર કરાશે. જેનાથી તેઓ પાક માટે બીયારણ, ખાતર બજારમાંથી ખરીદી શકશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની ખુશહાલી માટે સતત પ્રયત્નશીલ છે. વર્તમાનમાં 14.85 લાખ ખેડૂતોના પાક વીમા માટે પ્રીમીયમ (666 કરોડ રૂપિયા વાર્ષિક) પણ રાજ્ય  સરકાર ભરી રહી છે. ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજ પર લોન અપાઈ રહી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More