Home> India
Advertisement
Prev
Next

Varanasi માં તૈયાર થયું Smart Helmet, તેમાંથી નીકળેલી ગોળીઓ દુશ્મનોને ઉતારશે મોતને ઘાટ

આ સ્માર્ટ હેલમેટ (Smart Helmet) ની વધુ એક ખાસિયત જાણી તમે પણ આશ્વર્ય પામશો. આ સ્માર્ટ હેલમેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) નો ફોટો જોતાં જ વંદે માતરમ પણ બોલવા લાગે છે.

Varanasi માં તૈયાર થયું Smart Helmet, તેમાંથી નીકળેલી ગોળીઓ દુશ્મનોને ઉતારશે મોતને ઘાટ

નવી દિલ્હી: શું તમે ક્યારેય સપનામાં વિચાર્યું પણ છે કે હેલમેટ (Helmet) માંથી ગોળીઓ મારી શકાશે? ક્યારેય વિચાર્યું છે કે હેલમેટ દુશ્મનોની ઘુસણખોરીના નાપાક ઇરાદાઓને નિષ્ફળ કરી દેશે? જી હાં આ બધુ એક હેલમેટ કરી શકે છે. હવે ભારતીય સૈનિકો (Indian Soldiers) ના હેલમેટ વડે દુશ્મનો કાંપતા જોવા મળશે. 

હેલમેટ વડે દુશ્મનો પર તાકી શકાશે ગોળીઓ
જોકે વારાણસી (Varanasi) ના વૈજ્ઞાનિક શ્યામ ચોરાસિયા  (Shyam Chaurasia) એ એકવાર ફરી પોતાના આવિષ્કાર વડે બધાને આશ્વર્યમાં મુકી દીધા છે. શ્યામ ચોરાસિયાએ ભારતીય જવાનોની સુરક્ષા માટે એક ખાસ પ્રકારનું હેલમેટ તૈયાર કર્યું છે. આ હેલમેટની ખાસિયત એ છે કે ઘુસણખોરો સીમા  (Border) માં દાખલ થતાં જ આ જવાનોને એલર્ટ કરી દેશે. આ ઉપરાંત તે હેલમેટ વડે દુશ્મનો પર ગોળીઓ પણ વરાવશે. આ હેલમેટને સ્માર્ટ ડિફેન્સ હેલમેટ (Smart Defence Helmet) નામ આપવામાં આવ્યું છે. 

Sushant Singh Rajput ના ભાઇ પર ફાયરિંગ, આધાતમાં સરી પડ્યો પરિવાર

પીએમ મોદીની તસવીર જોતાં જ હેલમેટ બોલશે વંદે માતરમ
આ સ્માર્ટ હેલમેટ (Smart Helmet) ની વધુ એક ખાસિયત જાણી તમે પણ આશ્વર્ય પામશો. આ સ્માર્ટ હેલમેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) નો ફોટો જોતાં જ વંદે માતરમ પણ બોલવા લાગે છે. આ સ્માર્ટ હેલમેટ વિજળી ઉપરાંત સોલાર પાવર (Solar Power) વડે પણ ચાલે છે. 

ફાયરિંગ માટે હેલમેટમાં છે રિમોટ ટ્રિગર- શ્યામ ચોરાસિયા
હેલમેટ (Helmet) ને બનાવનાર શ્યામ ચોરાસિયાએ જણાવ્યું કે તેમને આ સ્માર્ટ હેલમેટ (Smart Helmet) બનાવવામાં બે મહિના લાગ્યા. તેમણે આગળ કહ્યું કે ઘણીવાર ઘૂસણખોરી દેશની સીમામાં ઘુસવાનો પ્રયત્ન કરે છે. ઘુસણખોરો બોર્ડર (Border) માં ઘુસતાં જ હેલમેટ સૈનિકોને એલર્ટ (Alert) કરી દેશે. સાથે જ આ સ્માર્ટ હેલમેટમાં રિમોટ ટ્રિગર પણ આપવામાં આવ્યો છે, જેથી જરૂર પડતાં ફાયરિંગ પણ કરી શકે છે. શ્યામ ચોરાસિયાએ જણાવ્યું કે તેમનું આ સ્માર્ટ હેલમેટ સીમાઓ પર તૈનાત જવાનોને બીજી સીમાઓમાં પ્રવેશ પહેલાં જ ઓડિયો મેસેજ દ્રારા એલર્ટ કરી દેશે. જેથી આપણા જવાનો ભૂલથી બીજા દેશની સીમામાં ન જઇ શકે. 

Karnan Teaser: Dhanush નો આ અવતાર મચાવી રહ્યો છે તહેલકો, 4 કલાકમાં મળ્યા 5 લાખ વ્યૂઝ

શ્યામ પહેલાં પણ બનાવી ચૂક્યા છે જૂતા
તમને જણાવી દઇએ કે પહેલાં શ્યામ ચોરાસિયાએ સ્માર્ટ જૂતા (Smart Shoes) બનાવ્યા હતા. જેને જરૂર પડતાં દુશ્મનો પર ગોલીઓ ચલાવી શકાય છે. સાથે જ જૂતામાં એવા સેન્સર પણ લગાવ્યા છે. જેથી દુશ્મનોની અવાજ પણ મળી જાય છે. 

બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...

બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More