Home> India
Advertisement
Prev
Next

આખું ગામ જાય એવું જગ્યાએ નહી, પણ આ સસ્તા અને રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા

Affordable Places: અમે તમને જણાવીશું વેલેન્ટાઇન ડેની ઉજવણી માટેના સુંદર, રોમેન્ટિક અને સસ્તા વૈકલ્પિક સ્થળો જે તમારા વેલેન્ટાઈન ડે ને એકદમ સ્પેશિયલ બનાવી દેશે.

આખું ગામ જાય એવું જગ્યાએ નહી, પણ આ સસ્તા અને રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા

Romantic Places: દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે ખૂબ જ મહત્ત્વનો હોય છે. લોકો પોતાના પાર્ટનર સાથે આ દિવસને ખાસ પ્લેસ પર સેલિબ્રેટ કરવા માટે જાય છે. ત્યારે અમે તમને ઇન્ડિયાના કપલ માટેના 6 બેસ્ટ પ્લેસ વિશે જણાવીએ. અહીં પાર્ટનરને કરેલું પ્રપોઝ બંનેને લાઇફટાઇમ યાદ રહેશે. 

જયપુરને બદલે ઉદયપુર
જયપુર એ ભારતના રોમેન્ટિક શહેરોમાંનું એક હોઈ શકે પરંતુ જો તમે કોઈ શાહી મહેલમાં એક ગ્લાસ વાઇન માટે ચૂકવણી કરી રહ્યા હોય તો તમે તમારી મુસાફરીને અને એકબીજાની આંખોને માણવા કરતાં બિલ અંગે ફરિયાદ વધુ કરશો. બીજી બાજુ ઉદયપુરમાં તમે અનન્ય પુરાતત્વીય સ્થાપત્ય, ખાનગી રાત્રિભોજન, તળાવ કિનારે સૂર્યોદય કે સૂર્યાસ્ત, વિવિધ કિલ્લાઓમાં રાજવી ઠાઠ માણી શકો છો તે પણ એકદમ સસ્તા ભાવે તો બોલો આથી વધુ રોમેન્ટિક શું હોઈ શકે?    

આ પણ વાંચો: કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS

મુંબઈને બદલે પુણે
તાજ હોટલની બાલ્કનીમાં બેસીને તમારા પાર્ટનર સાથે સંધ્યાકાળ નિહાળીને વેલેન્ટાઇન ડેની સફર માણવાનો ખર્ચ આપણને પરવડે તેવો નથી હોતો પરંતુ આટલા જ ખર્ચમાં તમે પૂણેના લોહાગ કિલ્લા પરથી સૂર્યને ઢળતો માણી શકો છે તે પણ એકદમ મફત.પુણેની ગિરિમાળા શેરીઓમાં રોમેન્ટિક વોકનો આનંદ લો અને પુણેની કેટલીક શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ્સમાં જમવાનું માણો!

ચેન્નઈને બદલે - મહાબલિપુરમ 
મહાબલિપુરમ તેની અનુભૂતિ અને અલાયદા આકર્ષણો સાથે ચેન્નાઇના ધમધમાટથી દૂર રહેવા માંગતા યુગલો માટે લાંબા સમયથી પસંદગીનું રોમેન્ટિક સ્થળ રહ્યું છે. આ ઉપરાંત ચેન્નાઇમાં ભાવ તુલનાત્મક રીતે વધારે છે. તો શા માટે ચેન્નાઈથી માત્ર થોડા કલાકો દૂર આવેલા મહાબલિપુરમ બીચ અને બોર્ડવોક સાથે રોમેન્ટિક વોક ના માણીએ એ પણ એકદમ ઓછો ખર્ચ કરીને!!

આ પણ વાંચો: બાપ રે લગ્ન વિના જ 12 કરોડ છોકરીઓ થાય છે પ્રેગનેન્ટ, ડેટ પર જતાં રાખો આ સાવચેતી
આ પણ વાંચો: કુંવારી છોકરી ગર્ભવતી બને તો ભૂલથી પણ ગોળીઓ ના લે, જાણી લો કોને કઈ ગોળી ક્યારે લેવી
આ પણ વાંચો: આ છે ભારતની Top 10 કોન્ડોમ બ્રાન્ડ્સ, જાણી લેજો તમે ઉપયોગ કરો છે એ સારી છે કે નહીં?

એલેપ્પીને બદલે - કુમારકોમ 
એલેપ્પી ઘણાં બધા લોકોમાટે વેકેશન સ્થળ બની ચૂક્યું છે પરંતુ આ જ કારણે ત્યાંના રીસોર્ટ અને હોટેલ વેલેન્ટાઈન ડે માટે ખૂબ જ મોંઘોં ચાર્જ વસૂલે છે. પરંતુ એલેપ્પીને બદલે તમે કુમારકોમ પસંદ કરીને એ જ બધી મજા તમને પોસાય તેવા ભાવમાં માણી શકો છો. હાઉસબોટ પરના સ્થળ માટે લોકોસાથે લડવાની જગ્યાએ વેમ્બાનાડ તળાવની નીચેની અંતરંગ બોટ ટ્રિપ્સનો આનંદ માણો.ત્યારબાદ તમે ત્યાં કોઈ શ્રેષ્ઠ રિસોર્ટમાં રોમેન્ટિક ડિનર ડેટ પણ માણી શકો છો.    

જેસલમેરને બદલે- ખીમસર ગામ 
જેસલમેરમાં તારાઓવાળા આકાશની નીચે રાત વિતાવવી એ યુગલો માટે એક સરસ પસંદગી છે. પરંતું દુખની વાત એ છે કે આ વિસ્તારમાં નિયમિત પ્રવાસીઓના ટ્રાફિકને કારણે રીસોર્ટની કિંમતોમાં સતત વધારો થયો છે. તો આ વેલેન્ટાઈન ડે પર જેસલમેરના બદલે ખીમસાના ઓછા જાણીતા મનોહર ગામડાની પસંદગી કરો. મૈત્રીપૂર્ણ સ્થાનિકો અને રણ શિબિર પ્રાયવસી માણવા માગતા યુગલો માટે શ્રેષ્ઠ છે. શહેરથી દૂર ટેન્ટ હાઉસ અને રાત્રિના આકાશ બધાથી દૂર જવા માગતા દંપતી માટે ઉત્તમ સ્થળ છે.    

આ પણ વાંચો: ગમે તે ગામની છોરી હોય, આ ધાંસૂ આઈડિયાથી તરત જ પટી છોકરી, વિશ્વાસ ન થતો હોય અજમાવો
આ પણ વાંચો: અત્યાર સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ: ઉનાળાની સિઝન જામે તે પહેલા કંપનીઓએ ACના ભાવ ઘટાડ્યા
આ પણ વાંચો: આ રાશિના લોકો પત્નીને બેડમાં ખુશ કરવામાં હોય છે એક્સપર્ટ

ગોવાના બદલે - ગોકરણા
ગોવા ઘણા દાયકાઓથી લોકપ્રિય વેલેન્ટાઇન અને હનીમૂન સ્થળ તરીકે તેનું સ્થાન ધરાવે છે.પરંતુ આ ક્ષેત્રમાં પર્યટન વધ્યું હોવાથી કિંમતોમાં પણ વધારો થયો. ગોકરણા ખૂબ સસ્તું, શાંત અને સુંદર સ્થળ છે. તો આ વર્ષે ગોવાને ભૂલી ગોકરણાના રોક પુલમાં સ્નાન કરીને તમારી રોમેન્ટિક સફરમાં પસાર કરવાનું પસંદ કરો.  

સિમલાને બદલે ઓલી
બરફથી ઢંકાયેલ પર્વતોના અદભૂત દૃશ્યો તેમજ સસ્તું અને હૂંફાળું ઓલી વેલેન્ટાઇન ડે માટે પરવડે તેવા રોમેન્ટિક વેકેશન સ્થળ માટે એકદમ યોગ્ય છે.ફૂલોની સુંદર વેલી જેવી હાઈલાઈટ્સ શિયાળા દરમિયાન પણ વેલેન્ટાઇનની સફર માટે ઓલીને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. ઉપરાંત, આ સ્થળ તમને કયાંય પણ સિમલાથી કયાંય પણ ઉતરતું નહિં લાગે.

આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો:  પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More