Home> India
Advertisement
Prev
Next

જીવન સાથે અને જીવન પછી પણ, મકરસંક્રાંતિના આ કાર્યો આપે છે અનેક લાભ!

મકરસંક્રાંતિના દિવસે કેટલાક ખાસ કામ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જોકે, આ પરંપરાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોય છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે દરેક વ્યક્તિએ મકરસંક્રાંતિના દિવસે કરવી જોઈએ.

જીવન સાથે અને જીવન પછી પણ, મકરસંક્રાંતિના આ કાર્યો આપે છે અનેક લાભ!
Updated: Jan 14, 2022, 02:20 PM IST

નવી દિલ્લી: હિન્દુ શાસ્ત્રોમાં કેટલાક કાર્યોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ કાર્યો એટલા સારા અને પવિત્ર છે કે તેનું ફળ માત્ર જીવતા જ નહીં મૃત્યુ પછી પણ મળે છે. વિશેષ અવસરો પર કરવામાં આવેલ આ કાર્ય જીવનને સુખ, સમૃદ્ધિ, પ્રસન્નતાથી ભરી દે છે. સાથે જ ખરાબ કાર્યોથી પ્રાપ્ત થયેલા પાપોનો નાશ કરે છે. મકરસંક્રાંતિ પણ એક એવો ખાસ પ્રસંગ છે, જેના પર કેટલાક મહત્વપૂર્ણ કામ કરવાથી ઘણો ફાયદો થાય છે અને પાપોનો પણ નાશ થાય છે.

આ કામ મકરસંક્રાંતિના દિવસે અવશ્ય કરવું-

સ્નાનઃ મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં અથવા તેના જળમાં મિશ્રિત પાણીથી સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવની નારાજગીને છોડીને તેમના ઘરે ગયો હતો, તેથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી હજાર ગણું વધુ પુણ્ય મળે છે.

સૂર્યની ઉપાસનાઃ
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ કરે છે. આ દિવસથી સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી પૃથ્વી પર પડે છે. આ કારણે દિવસ લાંબો અને રાત ટૂંકી થવા લાગે છે. આ દિવસે સૂર્યની પૂજા-અર્ચના કરવી જોઈએ.

દાન:
મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ઘણું મહત્વ છે. આ દિવસે તલ, ગોળ, ખીચડી, નવા કપડાં, ધાબળાનું દાન કરવુ જોઈએ.

ગાયને લીલો ચારો ખવડાવો:
મકરસંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો ખવડાવો. તેનાથી પુણ્ય પણ મળે છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.

તલ-ગોળ ખાઓ:
મકરસંક્રાંતિના દિવસે તલ-ગોળ અવશ્ય ખાવો. તેનાથી સૂર્યદેવ અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય શિયાળામાં થતી બીમારીઓ પણ દૂર રહે છે. આ ઉપરાંત આ દિવસે ભગવાનને ખીચડી અર્પણ કરીને તેને પ્રસાદ સ્વરૂપે પણ સ્વીકારવી જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે