Home> India
Advertisement
Prev
Next

આવા Video જોતા હોવ તો સાવધાન! વિદ્યાર્થીને મોબાઈલ જોતા જોતા હાર્ટ એટેક આવી ગયો, ગણતરીના કલાકોમાં મોત

વધુ પડતા મોબાઈલના ઉપયોગથી અનેક બિમારીઓને પણ આમંત્રણ મળતું હોય છે. હાલમાં જ યુપીના અમરોહામાં એક 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મોબાઈલ જોતા જોતા મોત નિપજ્યું. 

આવા Video જોતા હોવ તો સાવધાન! વિદ્યાર્થીને મોબાઈલ જોતા જોતા હાર્ટ એટેક આવી ગયો, ગણતરીના કલાકોમાં મોત

આજના સમયમાં મોબાઈલ દરેકના જીવનમાં જરૂરી ભાગ બની ગયો છે. પછી ભલે તે બાળક હોય કે વૃદ્ધ, દરેકના હાથમાં તમને મોબાઈલ જોવા મળે. પણ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. સવારના ઉઠે ત્યારથી લોકો મોબાઈલ પકડી લેતા હોય છે તે સૂતા સુધી મોબાઈલ હાથમાંથી છૂટતો નથી. વધુ પડતા મોબાઈલના ઉપયોગથી અનેક બિમારીઓને પણ આમંત્રણ મળતું હોય છે. હાલમાં જ યુપીના અમરોહામાં એક 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મોબાઈલ જોતા જોતા મોત નિપજ્યું. 

હાર્ટ બંધ થઈ ગયું?
16 વર્ષના આ વિદ્યાર્થીને મોબાઈલ જોતા જોતા હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવાય છે. પરિજનો છોકરાને ફટાફટ હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તેનું મોત થઈ ગયું. પરિજનોએ જણાવ્યું કે વિદ્યાર્થી મોબાઈલમાં વીડિયો જોતો હતો. અચાનક તેના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. પરિજનોએ વિદ્યાર્થીને ઉઠાવ્યો પરંતુ તે  બેહોશ થઈ ગયો હતો. આવામં જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તો હાર્ટ એટેકની વાત ખબર પડી. 

ગણતરીના કલાકોમાં માતમ છવાઈ ગયો
વિદ્યાર્થીના મોતને લઈને પરિજનોએ પોલીસને સૂચના આપી. તેમણે જણાવ્યું કે બધુ નોર્મલ હતું. વિદ્યાર્થી ઘરમાં બેસીને પોતાનો ફોન ચલાવી રહ્યો હતો. વિદ્યાર્થી છ ભાઈ-બહેનોમાં બીજા નંબરે હતો. વિદ્યાર્થી પોતાના ફોન પર ડરામણા વીડિયો જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ તેના હાથથી મોબાઈલ ફોન નીચે પડી ગયો. પરિજનોને લાગ્યું કે કદાચ વિદ્યાર્થી ગરમીના કારણે બેહોશ થઈ ગયો હશે પરંતુ તેને હાર્ટ એટેક આવી ગયો. વિદ્યાર્થીના મોત બાદ પરિજનોની હાલત ખરાબ છે. 

આવા વીડિયો જોતો હતો વિદ્યાર્થી!
વિદ્યાર્થીના પરિજનોએ જણાવ્યું કે તે મોબાઈલ પર ડરામણા વીડિયો જોતો હતો. બની શકે કે આવો જ કોઈ વીડિયો તે જોતો હોય અને તેને હાર્ટ એટેક આવી ગયો હશે. જો કે પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે વિદ્યાર્થીનો ફોન પોતાના કબજે લઈ લીધો છે. આખરે એવું તે શું કારણ હતું કે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો, પોલીસ તેની તપાસ શરૂ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More