Home> India
Advertisement
Prev
Next

યૂપી: ગૌહત્યાની શંકામા બુલંદશહેર ભડકે બળ્યું, પોલીસ ઇન્સપેક્ટરનું મોત

બુલંદશહેરમાં કથિત ગૌહત્યાની શંકામાં સોમવારે ભારે હોબાળો થયો, પ્રદર્શનકર્તાઓએ પોલીસ સ્ટેશન પર હૂમલો કરી દીધો અને તોડફોડ પણ કરી

યૂપી: ગૌહત્યાની શંકામા બુલંદશહેર ભડકે બળ્યું, પોલીસ ઇન્સપેક્ટરનું મોત

બુલંદશહેર : યૂપીના બુલંદશહેરમાં કથિત ગૌહત્યાની શંકામાં સોમવારે ભારે ઉત્પાદ મચ્યો હતો. પ્રદર્શનકર્તાઓએ પોલીસ સ્ટેશન પર જ હુમલો કરી દીધો અને તોડફોડ કરી હતી. એટલું જ નહી તેમણે એક પોલીસવાનમાં પણ આગ લગાડી દીધી હતી. સમગ્ર વિસ્તાર સમરાંગણમાં ફેરવાઇ ગયો હતો. બબાલ દરમિયાન પોલીસ પર ફાયરિંગ થયું. જેમાં સ્યાનાનાં પોલીસ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહનું મોત નિપજ્યું હતું. 

મળતી માહિતી અનુસાર સ્યાનાનાં એક ગામમાં ગૌવંશ મળ્યાનાં વિરોધમાં લોકોએ રસ્તા રોકી લીધા હતા. જેને હટાવવા માટે ગયેલ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ પેદા થયું હતું. પોલીસ ગૌહત્યાની શંકાને કારણે પ્રદર્શન કરી રહેલા ટોળાને વિખેરવા હવામાં ફાયરિંગ કર્યું. જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ ટોળુ બેકાબુ બન્યું હતું અને તેણે પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. 

fallbacks

ટોળાએ ચોકીની અંદર ભારે તોડફોડ રકી. પ્રદર્શનકર્તાઓએ પોલીસની એક વાન અને અન્ય અનેક વાહનોમાં આગ લદાવી દીધી. આ દરમિયાન ટોળા તરફતી ભારે પથ્થરમારો કરવામાં આવ્યો. બીજી તરફ ટોળામાંથી પણ ફાયરિંગ થયું હતું. જેમાં પોલીસ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 

ઘટના સ્થળ પર મોટા પ્રમાણમાં પોલીસ દળને ખડકી દેવામાં આવ્યું છે. બુલંદ શહેરમાં તંગ થતી પરિસ્થિતીને જોઇને મેરઠનાં એડીજી પણ રવાનાં થઇ ચુક્યા છે. ઘટનાસ્થળ પર તણાવ ભર્યું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બુલંદશહેરમાં હાલનાં દિવસોમાં ઇજ્તમાં ચાલી રહ્યું છે અને ત્યાંથી મોટા પ્રમાણમાં લોકો પરત ફરી રહ્યા હતા. તેમનાં વાહનો પણ હોબાળાનાં કારણે ફસાયેલા છે. હાલ એવા વાહનોનાં રૂટ ડાયવર્ટ કરીને ઓરંગાબાદથી જહાગીરાબાદથી કાઢવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More