Home> India
Advertisement
Prev
Next

Kapil Sibal એ કોંગ્રેસને કર્યું ટાટા બાય બાય, હવે સપાના સમર્થનથી જશે રાજ્યસભા!

રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે કહ્યું કે મે 16મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. જાણો વિગતો. 

Kapil Sibal એ કોંગ્રેસને કર્યું ટાટા બાય બાય, હવે સપાના સમર્થનથી જશે રાજ્યસભા!

Rajya Sabha Election: રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની રહી છે. દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે આજે લખનઉમાં રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. જો કે અહીં એક વાત ખાસ જણાવવાની કે કપિલ સિબ્બલે હવે કોંગ્રેસને ટાટા બાયબાય કરી દીધુ છે અને આજે સમાજવાદી પાર્ટીના ચીફની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. એટલે અર્થ સ્પષ્ટ છે કે સપાનું તેમને સમર્થન છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાનો ખુલાસો તેમણે આજે કર્યો. 

16મી મેના રોજ આપ્યું હતું રાજીનામું
કપિલ સિબ્બલે આજે સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવની હાજરીમાં લખનઉ ખાતે રાજ્યસભા ચૂંટણીમાં માટે ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે કહ્યું કે મે 16મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. અહીં એ ખાસ જણાવવાનું કે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે પણ તેમને સમાજવાદી પાર્ટીનું સમર્થન મળેલું છે. આ અંગે નિવેદન આપતા તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે 2024માં એક એવો માહોલ બને જે જેનાથી મોદી સરકારની જે ખામીઓ છે તેને જનતા સુધી પહોંચાડી શકાય. હું તેનો પ્રયાસ કરીશ. 

અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યું નામાંકન
કપિલ સિબલે વધુમાં કહ્યું કે હું સમજુ છું કે જ્યારે કોઈ અપક્ષ અવાજ ઉઠાવશે તો લોકોને એવું લાગશે કે તેઓ કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી. અમે વિપક્ષમાં રહીને ગઠબંધન બનાવવા માંગીએ છીએ જેથી કરીને મોદી સરકારનો વિરોધ કરીએ. તેમણે કહ્યું કે મે અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. મને સમર્થન આપવા બદલ અખિલેશ યાદવનો આભારી છું. તેમણે આઝમ ખાન પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો. 

અત્રે જણાવવાનું કે 2016ની રાજ્યસભા ચૂંટણીમાં કપિલ સિબ્બલ કોંગ્રેસના ઉમેદવાર હતા જેને તત્કાલિન સત્તાધારી સમાજવાદી પાર્ટી દ્વારા સમર્થન મળેલું હતું. યુપી વિધાનસભામાં કુલ 403 બેઠકો છે. જેમાંથી બે સીટ ખાલી છે. હાલ 401 ધારાસભ્યો હોવાથી એક સીટ માટે 36 એમએલએ વોટ જોઈએ. ભાજપ ગઠબંધન પાસે 273 એમએલએ છે આથી તેમને 7 બેઠકો જીતવા માટે મુશ્કેલી નહીં પડે. સપાના 125 સભ્યો છે. એટલે 3 સીટ માટે મુશ્કેલી નહીં પડે. પરંતુ 11મી બેઠક માટે ભાજપ અને સપા વચ્ચે ઘમાસાણ મચશે. હાલ રાજ્યસભામાં સપાના 5 સભ્ય છે. જેમાં કુંવર રેવતી રમન સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થાય છે. ઉપલા ગૃહની 11  બેઠકો માટે 24મી મેથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More