Home> India
Advertisement
Prev
Next

લોકોડાઉન: હેલ્પલાઇન નંબર પર કોલ કરી મંગાવ્યા પાન-સમોસા, પછી પોલીસે કર્યા આ હાલ...

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશ ઘણી તકલીફોનો સામનો કરી રહ્યો છે. લોકોને ખાવા-પીવાના સામાનની તકલીફના પડે તે  માટે સરકાર દ્વારા ઇમર્જન્સી સેવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યાો છે. પરંતુ કેટલાક એવા લોકો છે કે, આ મુશ્કેલીના સમયમાં પણ પોતાના વૈભવી જીવનમાંથી બહાર આવી રહ્યાં નથી.

લોકોડાઉન: હેલ્પલાઇન નંબર પર કોલ કરી મંગાવ્યા પાન-સમોસા, પછી પોલીસે કર્યા આ હાલ...

રામપુર: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશ ઘણી તકલીફોનો સામનો કરી રહ્યો છે. લોકોને ખાવા-પીવાના સામાનની તકલીફના પડે તે  માટે સરકાર દ્વારા ઇમર્જન્સી સેવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યાો છે. પરંતુ કેટલાક એવા લોકો છે કે, આ મુશ્કેલીના સમયમાં પણ પોતાના વૈભવી જીવનમાંથી બહાર આવી રહ્યાં નથી.

આ પણ વાંચો:- સાવધાન: Coronavirusના કારણે પુરુષોના મોતની સંભાવના વધારે, નવા સંશોધનમાં થયો ખુલાસો

જી હાં, ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં હેલ્પલાઇન નંબર પર ફોન કરી બે યુવકોએ પાન અને સમોસા લાવવાનો ઓર્ડર આપ્યો હતો. પછી શું પોલીસે બંને યુવકોની ઓળખ કરીને એવો પાઠ ભણાવ્યો કે બંને યુવકો તેને જીવનભર યાદ રાખશે. પોલીસે બંને યુવકોને સફાઇ કર્મચારીઓની સાથે ગટર સાફ કરવાના કામ સોંપ્યું હતું.

આ પણ વાંચો:- કોરોનાના વધતા જતા કેસ જોતાં સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, 14 હજાર વેન્ટિલેટર રિઝર્વ રાખવાના કર્યા નિર્દેશ

જિલ્લા અધિકારી ઓંજનેય કુમાર સિંહે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદને મદદ પહોંચાડવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ કેટલાક લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહી છે. પહેલા આવા લોકોને સમજાવવામાં આવી રહ્યું છે. પરંતુ ના સમજવા પર તંત્ર દ્વારા તેમની સામે કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:- 'લોકોમાં ડર અને અફરાતફરીનો માહોલ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક'

વધુમાં તેમણે જણાવ્યું કે, હેલ્પલાઇન પર ખોટો ફોન કરનારાઓને સાફ-સફાઇ અને સમાજીક કાર્યો સોંપવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, બે યુવકોએ હેલ્પલાઇન નંબર પર ફોન કરી પાન અને સમોસા પહોંચાડવાનો ઓર્ડર આપ્યો હતો. પોલીસે તેમની ઓળખ કરી તેમને ગટર સાફ કરવાનું કામ કરાવ્યું હતું. ડીએમએ અપીલ કરી છે કે, રાષ્ટ્રીય આફતના સમયે અમને સહયોગ કરો, ના કે અમારા માથાનો દુખાવો બનો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More