Home> India
Advertisement
Prev
Next

UPના ફર્રુખાબાદમાં એક વ્યક્તિએ 20 બાળકોને બનાવ્યા બંધક, સીએમે બોલાવી તાત્કાલિક બેઠક

ગામના બાલૂ પુત્ર સતીશ ચંદ્ર દુબેએ તેને ગેટની પાસેથી સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે તમંચાથી તેના પર ગોળી ચલાવી હતી. ગોળી તેના પગમાં વાગતા ગંભીર ઈજા થઈ હતી.

  UPના ફર્રુખાબાદમાં એક વ્યક્તિએ 20 બાળકોને બનાવ્યા બંધક, સીએમે બોલાવી તાત્કાલિક બેઠક

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં એક ઘરમાં 20 બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે નશામાં ધુત વ્યક્તિએ બાળકો અને મહિલાઓને બંધક બનાવ્યા છે. બાળકોને છોડાવવા માટે ગ્રામીઓએ તેને ધમકાવ્યો, ત્યારબાદ ગામના લોકોએ પોલીસને સૂચના આપી હતી. પોલીસ બાળકોને છોડાવવામાં અસફળ રહી છે. બાળકોને છોડાવવા માટે એટીએસ કમાન્ડોનું ગ્રુપ ફર્રુખાબાદ માટે રવાના થઈ ગયું છે. વ્યક્તિ ઘરની અંદરથી થોડી-થોડી વારે ફાયરિંગ પણ કરી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે તેણે બર્થડે પાર્ટીના નામે બાળકોને ઘરે બોલાવ્યા હતા. 

માસૂમને બંધક બનાવનારે ગામના એક વ્યક્તિને ગોળી મારી દીધી છે. તેને સીએચસી મોકલવામાં આવ્યો છે. કોતવાલી ક્ષેત્રના ગામ કરસિયા નિવાસી શાતિર સુભાષ ગૌતમના પુત્ર જગદીશ ગૌમતે બાળકોને બંધક બનાવ્યાના સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઇ ગયા હતા. ત્યારબાદ એસપી અને એએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસની ટુકડી ઘટના સ્થળ પર આવી અને તેણે ઘરને ચારે તરફથી ઘેરી લીધું છે. 

ત્યારબાદ આરોપી ઘરની અંદરથી ધારાસભ્ય અને એસપીને પોતાના ગેટની બહાર બોલાવવાનો દબાવ બનાવવા લાગ્યો હતો. આ દરમિયાન ગામના બાલૂ પુત્ર સતીશ ચંદ્ર દુબેએ તેને ગેટની પાસેથી સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે તમંચાથી તેના પર ગોળી ચલાવી હતી. ગોળી તેના પગમાં વાગતા ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ગામમાં ડરનો માહોલ છે. 

ઘટનાસ્થળ પર કમાન્ડોની કાર્યવાહી શરૂ થઈ નથી કારણ કે ગુનેગારે ઘણા બાળકોને બંધક બનાવ્યા છે. આ સમયે ત્યાં અંધારૂ છે, પોલીસે તેના ઘરને ચારેતરફથી ઘેરી રાખ્યું છે. બંધક બનાવનાર વ્યક્તિનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે અને તેની વિરુદ્ધ કેસ પણ નોંધાયેલા છે. કહેવામાં આવ્યું કે તે થોડા દિવસ પહેલા જેલ ગયો હતો, તેથી તે ગુસ્સામાં છે અને તેનો બદલો લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. બંધક બનાવવાની કાર્યવાહી તેનું પરિણામ જણાવવામાં આવી રહ્યું છે. 

એડીજીએ શું કહ્યું
પીવી રામાશાસ્ત્રીએ કહ્યું કે, આરોપીને હત્યાના એક મામલામાં આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી અને તે જામીન પર બહાર હતો. તેણે બાળકોને જન્મદિવસની પાર્ટી બહાને બોલ્વાય હતા અને તેને બંધક બનાવી લીધા છે. તેણે ગ્રામીઓ પર ગોળી ચલાવી. ડીએમ, એસએસપી અને પોલીસ દળ તેના ઘરની પાસે હાજર છે. ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમ ઘટનાસ્થળ પર છે. 

ઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More