Home> India
Advertisement
Prev
Next

UP Elections: ચૂંટણી પહેલાં અખિલેશની મોટી જાહેરાત, સરકાર બનવા પર ફ્રીમાં મળશે 300 યુનિટ વીજળી

UP Elections 2022: આજે સમાજવાદી પાર્ટીએ જાહેરાત કરી છે કે સરકાર બનવા પર પ્રદેશની જનતાને 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. 

UP Elections: ચૂંટણી પહેલાં અખિલેશની મોટી જાહેરાત, સરકાર બનવા પર ફ્રીમાં મળશે 300 યુનિટ વીજળી

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Up Assembly Elections 2022) પહેલા સમાજવાદી પાર્ટી  (Samajwadi Party) ઓ મોટુ વચન આપ્યું છે. સપા સુપ્રીમો અખિલેશ યાદવ (Akhilesh Yadav) એ કહ્યુ કે, ઉત્તર પ્રદેશ  (Uttar Pradesh) માં વર્ષ 2022માં સરકાર બન્યા બાદ ઘરેલૂ ઉપભોક્તાઓને 300 યુનિટ સુધી ફ્રીમાં વીજળી (Free Electricity) આપવામાં આવશે. આ સિવાય કિસાનોને સિંચાઈ માટે ફ્રીમાં વીજળી મળશે. 

અખિલેશ યાદવે કરી જાહેરાત
અખિલેશ યાદવે કહ્યુ કે, જ્યારે 2022માં અમે સરકાર બનાવી લેશું તો ઘરેલૂ ઉપભોક્તાઓને 300 યુનિટ ફ્રીમાં વીજળી આપવામાં આવશે અને અમારા કિસાનોની સિંચાઈ પહેલાની જેમ ફ્રી થશે. 2022માં અમારો પ્રથમ સંકલ્પ આજ છે. બધા જાણે છે કે સમાજવાદી પાર્ટી જે કહે છે કરે છે. 

આ પણ વાંચોઃ Delta ના મુકાબલે નબળો છો Omicron? AIIMS ડાયરેક્ટરે કહી કામની વાત

અખિલેશે ભાજપ પર લગાવ્યા આરોપ
સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યુ કે, તારીખ જરૂર બદલી છે પરંતુ આવનારા સમયમાં નવુ વર્ષ ત્યારે થશે જ્યારે નવી સરકાર હશે. જ્યાં સરકારને મદદ કરવાની હતી, ત્યાં સરકારે ન કરી. 90 મજૂરોના જીવ ગયા. માત્ર સમાજવાદી લોકોએ મદદ કરી. જે ઓક્સીજનથી જીવ બચાવી શકાય તે પણ સરકાર આપી શકી નહીં. આશા છે કે 2022માં આવી બીમારી નહીં આવે. 

સમાજવાદીઓ વિરુદ્ધ ખોટા કેસ કરાયાઃ અખિલેશ યાદવ
તેમણે આગળ કહ્યું કે, નવા વર્ષમાં સંકલ્પ લેવામાં આવે છે. 21ને ભાજપે એટલું ખરાબ કરવાનો પ્રયાસ કર્યો જેની કલ્પના ન કરી શકાય. અધિકારીઓ પર દબાવ બનાવીને કાર્યકારી કરી જેમાં આઝમ ખાન પણ છે. સમાજવાદીઓ પર ખોટા કેસ કરવામાં આવ્યા. વર્ષના અંત સુધી પોતાના સહયોગીઓને પણ દિલ્હીથી બોલાવી લીધા. પ્રથમ દિવસે સમાચાર દેખાડવામાં આવ્યા કે, આ સમાજવાદી પાર્ટીનું અત્તર બનાવનાર છે. દરોડા પાડવાના હતા સપા કાર્યકર્તાઓ પર અને પાડી દીધા પોતાના કાર્યકર્તાઓ પર. હવે બદલો લેવા સમાજવાદીઓને ત્યાં દરોડા પાડ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More