Home> India
Advertisement
Prev
Next

15 ઓક્ટોબરથી ખુલી શકશે સિનેમા હોલ, અનલોક-5ની ગાઇડલાઇન જાહેર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલૉક-5ની ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. 
 

15 ઓક્ટોબરથી ખુલી શકશે સિનેમા હોલ, અનલોક-5ની ગાઇડલાઇન જાહેર

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનલૉક-5ની ગાઇડલાઇન જાહેર કરી છે. તેમાં પાછલી વારની તુલનામાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ રાજ્યોને શાળા શરૂ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તો 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખુલી શકશે. પરંતુ કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. 

ગૃહમંત્રાલય તરફથી જારી દિશાનિર્દેશો પ્રમાણે દેશમાં 15 ઓક્ટોબરથી સિનેમા હોલ, થિયેટર, મલ્ટીપ્લેક્સને ખોલવાની મંજૂરી હશે. આ સિનેમા હોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સ પોતાની 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે. એટલે કે અડધી સીટો ખાલી રહેશે. આ બાબતે દેશનું સૂચના પ્રસારણ મંત્રાલય જલદી વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરશે.

શાળા અંગે નિર્ણય
શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ ફરીથી ખોલવા માટે, રાજ્ય / કેન્દ્રશાસિત રાજ્ય સરકારોને ક્રમશ  15 ઓક્ટોબર 2020 પછી નિર્ણય લેવાની રાહત આપવામાં આવી છે. નિર્ણય સંબંધિત શાળા / સંસ્થા સંચાલન સાથેની પરામર્શ બાદ લેવામાં આવશે, પરિસ્થિતિના આકારણીના આધારે અને નીચેની શરતોને આધિન નિર્ણય કરવાનો રહેશે. 

અનલૉક-5ની મહત્વની વાતો
- સિનેમા-થિયેટર-મલ્ટીપ્લેક્સમાં તેની બેઠક ક્ષમતાથી 50 ટકા દર્શકોને આવવાની મંજૂરી હશે. 

- બિઝનેસ ટૂ બિઝનેસ (B 2 B) એક્ઝિબિશન લગાવવામાં આવશે. તેના માટે વાણિજ્ય વિભાગ એસઓપી જાહેર કરશે. 

- ખેલાડીઓના ટ્રેનિંગ માટે ઉપયોગ થતા સ્વિમિંગ પૂલને ખોલવાની મંજૂરી હશે, જે માટે ખેલ મંત્રાલય એસઓપી જાહેર કરશે. 

- અમ્યૂઝમેન્ટ પાર્ક અને આ પ્રકારના સ્થળો ખોલવાની પણ મંજૂરી હશે અને આ બધા માટે સ્વાસ્થ્ય મંત્રાલય એસઓપી જાહેર કરશે. 

- શાળા, કોલેજ, શિક્ષમ સંસ્થા અને કોચિંગ સંસ્થા તબક્કાવાર ખોલવા માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. તે સ્થિતિને જોતા 15 ઓક્ટોબર બાદ તેને ખોલવાનો નિર્ણય કરી શકશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More