Home> India
Advertisement
Prev
Next

COVID-19 Precaution Dose: હવે 9ની જગ્યાએ 6 મહિનામાં લઈ શકશો બૂસ્ટર ડોઝ, કેન્દ્રનો નિર્ણય

COVID-19 Precaution Dose: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 18 વર્ષથી ઉપરના લોકો માટે કોરોના વેક્સીન પ્રિકોશન ડોઝનું અંતર ઘટાડી છ મહિના કરી દીધુ છે. 

COVID-19 Precaution Dose: હવે 9ની જગ્યાએ 6 મહિનામાં લઈ શકશો બૂસ્ટર ડોઝ, કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ હવે 9ની જગ્યાએ 6 મહિનામાં લગાવી શકાશે. કેન્દ્ર સરકારે આ બાબતે આજે તમામ રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને કહ્યું છે કે હવે કોરોનાનો બૂસ્ટર ડોઝ 9 મહિનાની જગ્યાએ છ મહિનામાં લાગશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખી આ વિશે જાણકારી આપી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની મર્યાદા 9 મહિના કે 39 સપ્તાહથી ઘટાડી 6 મહિના કે 26 સપ્તાહ કરવાની ભલામણ NTAGI એ કરી છે. 

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે 18થી 59 વર્ષના બધા લોકોને હવે 9 મહિનાની જગ્યાએ છ મહિનામાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. રસીકરણ પર સરકારની સલાહકાર સંસ્થા- નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇટેશને બીજા અને બૂસ્ટર ડોઝ વચ્ચેના અંતરને ઓછુ કરવાની ભલામણ કરી હતી. 

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રસી લગાવવાની ભલામણ
આ સિવાય NTAGI એ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રસી લગાવવાની ભલામણ કરી છે. NTAGI ના સૂત્રોએ કહ્યું કે 12-17 ઉંમર વર્ગમાં રસી લાગી રહી છે, તે તેમાં સુધારના પક્ષમાં છે. આ ઉંમર વર્ગના લોકોને 12 વર્ષ ઉંમર વર્ગની તુલનામાં વધુ ખતરો છે. બૂસ્ટરના રૂપમાં કોર્બેવેક્સના ઉપયોગ પર NTAGI તરફથી હજુ કોઈ ચર્ચા થઈ નથી. 

આ પણ વાંચોઃ CM બન્યા બાદ શિંદે થાણે પહોંચ્યા, સ્વાગતની ખુશીમાં ખુદ પત્નીએ વગાડ્યું ઢોલ, જુઓ VIDEO

આ લોકોને ફ્રી મળશે બૂસ્ટર ડોઝ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો અને સ્વાસ્થ્ય કર્મીઓ, ફ્રંટ લાઇન વર્કર્સને બૂસ્ટર ડોઝ બીજા ડોઝના છ મહિના કે 26 સપ્તાહ પૂરા થતાં ફ્રીમાં આપવામાં આવશે. 

નોંધનીય છે કે કોરોનાથી બચાવ માટે અત્યાર સુધી બૂસ્ટર ડોઝ લેવા માટે 9 મહિનાનું અંતર રાખવામાં આવ્યું હતું. પરંતુ સરકારના આ નિર્ણય બાદ જેણે બીજો ડોઝ લીધો છે, તે છ મહિના બાદ ત્રીજો ડોઝ લઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More