Home> India
Advertisement
Prev
Next

Covid-19 ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે વધારી ચિંતા, કેન્દ્ર સરકારે આ રાજ્યોને કર્યા એલર્ટ

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, મહારાષ્ટ્રના રત્નાગિરી અને જલગાંવ જિલ્લાના જીનોમ સિક્વેન્સિંગમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. તો કેરલના પલક્કડ અને પથનમથિટ્ટા જિલ્લા, અને મધ્યપ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લામાં ડેલ્ટાનું સ્વરૂપ જોવા મળ્યું છે. 

Covid-19 ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે વધારી ચિંતા, કેન્દ્ર સરકારે આ રાજ્યોને કર્યા એલર્ટ

નવી દિલ્હીઃ દેશમાં બીજી લહેર હજુ ખતમ થઈ નથી, ત્યાં ત્રીજી લહેરની ચિંતા સામે આવી રહી છે. આ વચ્ચે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ નવી મુશ્કેલી લઈને આવ્યો છે. કોવિડ-19નો ડેલ્ટા વેરિએન્ટથી પણ ખતરનાક ગણાતા આ ડેલ્ટા પ્લસને લઈને મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અનેક રાજ્યોને એલર્ટ રહેવાની સલાહ આપી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય INSACOG (ઈન્ડિયન  SARS-CoV-2 જીનોમિક કંસોર્ટિયા) ના હાલના નિષ્કર્ષના આધાર પર મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને તેના કેટલાક જિલ્લામાં મળેલા કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટ વિશે સતર્ક રહેવાની સલાહ આપી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, મહારાષ્ટ્રના રત્નાગિરી અને જલગાંવ જિલ્લાના જીનોમ સિક્વેન્સિંગમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. તો કેરલના પલક્કડ અને પથનમથિટ્ટા જિલ્લા, અને મધ્યપ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લામાં ડેલ્ટાનું સ્વરૂપ જોવા મળ્યું છે. 

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 21 કેસ
મહારાષ્ટ્રમાં કોવિડ-19નું વધુ સંક્રામક સ્વરૂપ ડેલ્ટા પ્લસના અત્યાર સુધી 21 કેસ સામે આવી ચુક્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે જણાવ્યું કે, આ સ્વરૂપના સૌથી વધુ નવ કેસ રત્નાગિરી, જલગાંવમાં સાત, મુંબઈમાં બે અને પાલઘર, ઠાણે તથા સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી 7500 નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલ 15 મે સુધી એકત્ર કરવામાં આવ્યા હતા અને તેના જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી ચુક્યા છે. 

આ પણ વાંચોઃ મહાબળેશ્વરની ગુફાઓમાંના ચામાચીડિયાને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર

કેરલમાં ત્રણ કેસ
કેરલના બે જિલ્લા- પલક્કડ અને પથનમથિટ્ટાથી એકત્ર કરવામાં આવેલા સેમ્પલમાં સાર્સ-સીઓવી-2 ડેલ્ટા-પ્લસ સ્વરૂપના ઓછામાં ઓછા ત્રણ કેસ સામે આવ્યા છે. અધિકારીએ આ માહિતી આપી છે. પથનમથિટ્ટાના જિલ્લાધિકારી ડો. નરસિમ્હુગરી ટી એલ રેડ્ડીએ કહ્યુ કે જિલ્લાના કાડાપરા પંચાયતના એક ચાર વર્ષીય બાળકમાં વાયરસના નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું સંક્રમણ જોવા મળ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More