Home> India
Advertisement
Prev
Next

Watch Video: મિઝોરમમાં નિર્માણધીન રેલવે પુલ થયો ધરાશાયી, 17 મજૂરોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

મિઝોરમના સેરાંગ વિસ્તાર પાસે એક નિર્માણધીન રેલવે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર આજે સવારે 10 વાગ્યાની આજુબાજુ ઘટી.

Watch Video: મિઝોરમમાં નિર્માણધીન રેલવે પુલ થયો ધરાશાયી, 17 મજૂરોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

મિઝોરમના સેરાંગ વિસ્તાર પાસે એક નિર્માણધીન રેલવે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર આજે સવારે 10 વાગ્યાની આજુબાજુ ઘટી. પોલીસના જણાવ્યાં મુજબ 17 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધ ચાલુ છે. અકસ્માત કયા કારણસર થયો તે અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી. 

સીએમએ જતાવ્યું દુખ
અકસ્માત પર મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ દુખ વ્યક્ત કર્યું છે અને તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આઈઝોલ પાસે સાયરાંગમાં નિર્માણધીન રેલવે ઓવર બ્રિજ આજે તૂટી ગયો. જેમાં 17 મજૂરોના મોત થયા છે. બચાવકાર્ય ચાલુ છે. આ ત્રાસદીથી ખુબ દુખી અને પ્રભાવિત છું. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને ઘાયલોના જલદી સાજા થવાની કામના કરું છું. બચાવકાર્યોમાં મદદ માટે મોટી સંખ્યામાં સામે આવેલા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. 

પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મિઝોરમની આ દુખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને તમામ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી નેશનલ રિલીઝ ફંડ તરફથી આપવાની જાહેરાત કરી છે. ટ્વીટ કરીને લખ્યુ કે મિઝોરમમાં પુલ દુર્ઘટનાથી દુખી છું. જેમણે પોતાના પરિજનોને ગુમાવ્યા તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના. બચાવ અભિયાન ચાલુ છે અને પ્રભાવિત લોકોને દરેક શક્ય મદદ કરાઈ રહી છે. 2 લાખ રૂપિયાની રકમ પ્રત્યેક મૃતકના પરિજનોને અને 50 હજાર રૂપિયા પ્રત્યેક ઘાયલ વ્યક્તિને પીએમએનઆરએફથી આપવામાં આવશે. 

17 મૃતદેહો કાઢવામાં આવ્યા
આ અકસ્માત પર પોલીસે કહ્યું કે ઘટનાસથળે હજુ લોકો ફસાયેલા હોઈ શકે છે. આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર સવારે 10 વાગ્યાની આજુબાજુ આ ઘટના ઘટી ત્યારે ત્યાં 35થી 40 કર્મચારીઓ હાજર હતા. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો કાઢવામાં આવ્યા છે. અનેક લોકો હજુ ગૂમ છે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More