Home> India
Advertisement
Prev
Next

કોરોના કાળમાં રાજકીય સંકટ, BJP નો સાથ છોડી CM બનેલા ઉદ્ધવે ખુરશી છોડવી પડે તેવી શક્યતા

લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સામે કોરોનાનું મહાસંકટ તો છે જ પરંતુ સાથે સાથે હવે રાજકીય સંકટ પણ પેદા થયું છે. આ સંકટના કારણે તેમની મુખ્યમંત્રીની ખુરશી જાય તેવી સ્થિતી પેદા થઇ છે. મહારાષ્ટ્ર મંત્રીમંડળે સોમવારે  વિધાનપરિષદની ખઆલી એક સીટ પર ઉદ્ધવને એમએલસી જાહેર કરવા માટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ફરી એકવાર અપીલ કરી છે. ઠાકરે અત્યાર સુધી કોઇ પણ સદનના સભ્ય નથી. મહારાષ્ટ્ર કેબિનેટ કોરોના સંક્રમણથી ઉત્પન્ન સ્થિતીનો હવાલો ટાંકીને માનદ પદ આપવા માટે રાજ્યપાલને ફરી એકવાર ભલામણ મોકલી આપી છે. જો કે આ અંગે રાજ્યપાલ શું નિર્ણય કરે છે તેના પર સમગ્ર દેશની નજરો ટકેલી છે. 

કોરોના કાળમાં રાજકીય સંકટ, BJP નો સાથ છોડી CM બનેલા ઉદ્ધવે ખુરશી છોડવી પડે તેવી શક્યતા

મુંબઇ : લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સામે કોરોનાનું મહાસંકટ તો છે જ પરંતુ સાથે સાથે હવે રાજકીય સંકટ પણ પેદા થયું છે. આ સંકટના કારણે તેમની મુખ્યમંત્રીની ખુરશી જાય તેવી સ્થિતી પેદા થઇ છે. મહારાષ્ટ્ર મંત્રીમંડળે સોમવારે  વિધાનપરિષદની ખઆલી એક સીટ પર ઉદ્ધવને એમએલસી જાહેર કરવા માટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ફરી એકવાર અપીલ કરી છે. ઠાકરે અત્યાર સુધી કોઇ પણ સદનના સભ્ય નથી. મહારાષ્ટ્ર કેબિનેટ કોરોના સંક્રમણથી ઉત્પન્ન સ્થિતીનો હવાલો ટાંકીને માનદ પદ આપવા માટે રાજ્યપાલને ફરી એકવાર ભલામણ મોકલી આપી છે. જો કે આ અંગે રાજ્યપાલ શું નિર્ણય કરે છે તેના પર સમગ્ર દેશની નજરો ટકેલી છે. 

અનોખા લગ્ન:  વર એકલો પહોંચ્યો લગ્ન કરવા, બચેલા પૈસાને CM કેર ફંડમા દાન આપી દીધા

ઠાકરેએ 28 નેમ્બરે એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને પ્રદેશમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનાવી હતી. આ દ્રષ્ટીએ મુખ્યમંત્રીની ખુર્શી પર રહેવા માટે ઉદ્ધવ ઠાકરેને 28 મે સુધી પ્રદેશનાં કોઇ પણ સદનનું સભ્યપદ પ્રાપ્ત કરવું પડશે. નહી તો તેમની ખુરસી પર ખતરો પેદા થઇ શકે છે.

કોરોના અંગે IIT જોધપુરનું મહત્વનું સંશોધન, અમેરિકાએ પણ પકડ્યાં કાન સંશોધનને પ્રકાશિત કર્યું

ભારતીય સંવિધાનના અનુચ્છેદ 165(4) હેઠળ કોઇ પણ સદનમાં ચુંટાયેલ ન હોવા છતા પણ કોઇ પણ વ્યક્તિ 6 મહિના સુધી મંત્રીમંડળમાં અથવા મુખ્યમંત્રી બની શકે છે. હવે આ રાજનીતિક વાતાવરણમાં ઠાકરેને 28 મે સુધી કોઇ પણ એક સદનમાં સભ્ય બનવાનો સંવૈધાનિક બાધ્યતા છે નહી તો તેણે મુખ્યમંત્રી પદ છોડવું પડશે. 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More