Home> India
Advertisement
Prev
Next

Udaipur Murder Case: શું ટ્રેલર છે ઉદયપુર હત્યાકાંડ? ભારતમાં આ રીતે આગળ વધી રહી છે ISISની ટેરર ફેક્ટરી

 Udaipur Murder Case: ઉદયપુરમાં દરજીની બર્બર હત્યા બાદ દેશમાં આતંકી સંગઠનોના પગ પ્રસરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ISISને લઈને પણ ઘણાં દાવા કરવામાં આવી રહ્યા છે.

Udaipur Murder Case: શું ટ્રેલર છે ઉદયપુર હત્યાકાંડ? ભારતમાં આ રીતે આગળ વધી રહી છે ISISની ટેરર ફેક્ટરી

Udaipur Murder Case: ઉદયપુરમાં બર્બર હત્યાકાંડ બાદ ફરી એકવાર ભારતમાં ISISના વધતા નેટવર્કની ચર્ચાએ જોર પકડ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો પ્રભાવ વધ્યો છે. દેશમાં મુસ્લિમોની આબાદી લગભગ 170 મિલિયન એટલે કે 17 કરોડથી વધુ છે. ભારત ઈન્ડોનેશિયા બાદ બીજો સૌથી મોટો મુસ્લિમ આબાદીવાળો દેશ છે. અહીં મુસ્લિમ આબાદીનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી છે કેમ કે આતંક અને ધાર્મિક નફરત ફેલાવવા માટે ISIS હંમેશા મુસ્લિમ યુવાઓને ટાર્ગેટ કરે છે. હાલની ઘટના બાદ એ કહેવું ખોટું નથી કે ભારત હંમેશા જેહાદી આતંકી સંગઠનોના રડાર પર છે અને આનો ખતરો હવે ઘણો વધી ગયો છે.

હંમેશાથી ISISનું ટાર્ગેટ રહ્યું ભારત
ભારત હંમેશાથી ISIS અને અલ કાયદાના પ્રમુખનું લક્ષ્ય રહ્યું છે. દેશમાં અવાર નવાર હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે હિંસક ઘર્ષણ સામે આવતા રહ્યા છે. આ આતંકી સંગઠનો આ પ્રકારના ઘર્ષણોનો ફાયદો ઉઠાવે છે અને નફરત ફેલાવવાનો પૂરતો પ્રયાસ કરે છે. હંમેશાથી જોવામાં આવ્યું છેકે આતંકી સંગઠન જેહાદી કટ્ટરપંથ અને આતંકીઓની ભરતી માટે ભારતને નિશાન બનાવે છે.

ઈસ્લામિક સ્ટેટની લિસ્ટમાં ભારત સામેલ
ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાઓની યાદીમાં ભારત પહેલાંથી જ 19 ક્ષેત્રોમાં સામેલ છે. ભારત વિરૂદ્ધ મજબૂત થઈ રહેલાં ઈસ્લામિક સ્ટેટ પહેલાંથી જ ભારત વિરોધી આતંકવાદી સમૂહો સાથે ગઠબંધન કરવાનું યથાવત્ રાખ્યું છે, જેના કારણે દેશમાં ISISનો ખતરો વધી ગયો છે. ISISએ ભારતને ખુરાસાન રાજ્યમાં બદલવાના સોગંધ લીધા છે અને ખુરાસાનનો નક્શો પણ જાહેર કરવામાં આવ્યો છે. ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના કેટલાક હિસ્તાઓ અને આસપાસના અન્ય દેશોને કવર કરે છે.

શું છે ખુરાસાન?
અલકાયદાના ભારતમાં ટેરર બ્રાંચના વિસ્તારના એલાનના ચાર મહિના બાદ ISIS દ્વારા ખુરાસાન પ્રાંતના વિસ્તારની ઘોષણા સામે આવી હતી. એક્સપર્ટ અનુસાર ખુસારાસાનને એવા ક્ષેત્રની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે જ્યાં લોકો હથિયાર ઉઠાવવા માટે હંમેશા તત્પર રહે છે.

ભારતમાં ISISનો વધી રહ્યો છે પ્રભાવ?
ભારતમાં ISISના વધતા પ્રભાવનું એક પ્રમાણ એ પણ છેકે ગત વર્ષે આ આતંકી સંગઠને ઈરાકમાં પગ રાખતાં જ હિંદી, ઉર્દુ, તામિલ અને ભારતમાં બોલવામાં આવતી અન્ય ભાષાઓમાં ભરતી સામગ્રી પ્રકાશિત કરી હતી. ત્યારે ઓછામાં ઓછા 4 ભારતીયોના ISISમાં સામેલ થવા માટે ઈરાક ગયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. આને લઈને અધિકારીઓએ સુરક્ષા એજન્સીને એલર્ટ પણ જાહેર કર્યું હતું. આ બધા વચ્ચે ઈસ્લામિક સ્ટેટના પ્રભાવનો સંકેત કાશ્મીરમાં પણ જોવા મળ્યો હતો. હાલમાં ભારતમાં યુવા મુસ્લિમના કટ્ટરપંથીઓના કેટલાક મામલાઓ પણ સામે આવ્યા છે.

ભારતને લઈને ISISની ધમકી
2020ની શરૂઆતમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાએ વોઈસ ઓફ હિંદ નામની એક ભારત-કેન્દ્રીત પ્રચાર સામગ્રી પ્રકાશિત કરી હતી. કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે મુસ્લિમ મહિલાઓનું અપમાન કરનાર હિંદુઓને મારવાની ધમકી આપી હતી. આતંકી સંગઠને વોઈસ ઓ હિંદના માર્ચ એડિશનમાં કહ્યું હતું કે અમારી બહેનોના સન્માન પર નજર રાખનારા તમામ કાયર હિંદુને નિર્દયતાથી કાપી નાખવામાં આવે. હાલના મહિનામાં ભારતીય મુસ્લિમોની ધરપકડ અને મધ્ય પૂર્વથી પરત મોકલવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More