Home> India
Advertisement
Prev
Next

પશ્ચિમ બંગાળમાં એક નહીં પરંતુ બે વખત થયો ભાજપના ઉમેદવાર પર હુમલાનો પ્રયાસ

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારકીએ આ ઘટનાઓ અંગે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના મેજિસ્ટ્રેટ પાસે રિપોર્ટ માગ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, મહિલાઓના એક ટોળાએ જ્યારે ભારતી ઘોષ પર હુમલો કર્યો ત્યારે તેઓ સામાન્ય ઘાયલ થયા હતા 
 

પશ્ચિમ બંગાળમાં એક નહીં પરંતુ બે વખત થયો ભાજપના ઉમેદવાર પર હુમલાનો પ્રયાસ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ચાલી રહેલા મતદાન દરમિયાન ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ પર સ્થાનિક લોકો દ્વારા બે વખત કથિત રીતે હુમલો કરાયો છે. આ હુમલો એ સમયે થયો જ્યારે ભારતીય પોલીસ સેવાના પૂર્વ અધિકારી ઘાટલ લોકસભા ચૂંટણીમાં રવિવારે મતદાન ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. 

પથ્થરમારા દરમિયાન ઘાયલ થયો સુરક્ષા ગાર્ડ
હુમલાની એક ઘટનામાં પથ્થરમારા દરમિયાન ભારતી ઘોષનો એક સુરક્ષા ગાર્ડ ઘાયલ થઈ ગયો. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારકીએ આ ઘટનાઓ અંગે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના મેજિસ્ટ્રેટ પાસે રિપોર્ટ માગ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, મહિલાઓના એક ટોળાએ જ્યારે ભારતી ઘોષ પર હુમલો કર્યો ત્યારે તેઓ સામાન્ય ઘાયલ થયા હતા. ભારતી ઘોષ સવારે કેશપુર વિસ્તારમાં બનેલા મતદાન કેન્દ્રમાં ભાજપના એક એજન્ટને અંદલ લઈ જવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. 

પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસનો લાઠીચાર્જ
ત્યાર પછી EVM સાથે છેડછાડના સમાચાર મળતાં કેશપુરથી દોગછિયાના અન્ય મતદાન કેન્દ્ર માટે જતા હતા ત્યારે તેમના કાફલા પર બોમ્બ ફેંકવામાં આવ્યા અને પથ્થરમારો થયો હતો. આ હુમલામાં તેમના વાહનને પણ નુકસાન પહોંચ્યું હતું. 

fallbacks

તૃણમુલ અને ભાજપનો એક-બીજા ર આરોપ
એક સમાચાર એવા પણ છે કે, ભાજપના ઉમેવારની સાથે રહેલા કેન્દ્રીય સુરક્ષા દળના કર્મચારી દ્વારા હવામાં ગોળીબારની ઘટનામાં તૃણમુલ કોંગ્રેસનો એક કાર્યકર્તા ઘાયલ થયો છે. જોકે, ભાજપના ઉમેદવારે આ આરોપ ફગાવી દીધો છે. 

વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, "અમે ભાજપના ઉમેદવાર પર કથિત હુમલા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે રિપોર્ટ માગ્યો છે." મુખ્ય ચૂંટણી અધિકારીએ ઘોષ દ્વારા કેશપુરના પિકુર્દા મતદાન મથકમાં વીડિયોગ્રાફી કરતા જોવા અંગે પણ એક રિપોર્ટ માગ્યો છે. રાજ્યના મંત્રી અને ટીએમસીના નેતા ફરહાદ હકીમનો દાવો છે કે, મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલતું હતું, પરંતુ ભાજપે હિંસા ફેલાવી છે. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More