Home> India
Advertisement
Prev
Next

3 દિવસ પહેલા M.Tech નો વિદ્યાર્થી બન્યો આતંકવાદી, સુરક્ષાદળોએ ઘર્ષણમાં ઠાર માર્યો

ગાંદરબલ જિલ્લાના નુનેર ગામ સાથે સંબંધ ધરાવનારા રાહિલ રાશિદ શેખ ટેક્નોલોજીમાં પોસ્ટગ્રેજ્યુએશન કરી રહ્યો હતો અને ત્રણ દિવસ પહેલા જ તે આતંકવાદી બન્યો હતો

3 દિવસ પહેલા M.Tech નો વિદ્યાર્થી બન્યો આતંકવાદી, સુરક્ષાદળોએ ઘર્ષણમાં ઠાર માર્યો

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો સાથે ઘર્ષણમાં મરાયેલા હિજબુલ મુજાહિદ્દીનનાં બે આતંકવાદીઓ પૈકી એક એમ.ટેકનો વિદ્યાર્થી હતો. પોલીસે આ વાતની માહિતી આપી હતી. ગાંદરબલ જિલ્લાનાં નુનેર ગામ સાથે સંબંધ ધરાવનારા રાહિલ રાશિદ શેખ ટેક્નોલોજીમાં પરાસ્નાતક કરી રહ્યો હતો અને ત્રણ દિવસ પહેલા જ તે આતંકવાદી બન્યો હતો. 

Video: DRDO એ જણાવ્યું કે કઇ રીતે પુર્ણ થયું Mission Shakti, PMએ કઇ રીતે આપી પરમિશન

પોલીસે કહ્યું કે, ઘર્ષણમાં ઠાર મારાયેલા બીજા આતંકવાદીઓની ઓળખ શોપિયા જિલ્લાનાં કિગમ ગામનાં નિવાસી બિલાલ અહેમદ તરીકે થઇ છે. ઘર્ષણ પરગુચી ગામમાં તે સમયે થઇ, જ્યારે રાષ્ટ્રીય રાઇફલ્સની ઉગ્રવાદી વિરોધી એકમ અને રાજ્ય પોલીસનાં વિશેષ અભિયાન જુથ ઇમામ સાહેબનાં બાગ વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. 

BJPએ કહ્યું અમે હટાવીશું 370, પાક.ને લાગ્યા મરચા કહ્યું કોઇ પણ સ્થિતીમાં નહી થવા દઇએ

પોલીસે કહ્યું કે, છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યાર બાદ થયેલા ઘર્ષણમાં  બંન્ને આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. 
ભાજપે બાંદા સાંસદની ટિકિટ કાપી, તેઓ પાર્ટી ઓફીસ પર જ ઉપવાસ પર ઉતર્યા
રજા પર ગયેલા સૈનિકની ગોળી મારીને હત્યા
બીજી તરફ ઉત્તરી કાશ્મીરનાં બારામુલા જિલ્લાનાં વારપોરા સોપોર વિસ્તારમાં આતંકવાદીઓએ ક્રૂરતા દેખાડતા સેનાનાં એક જવાનની હત્યા કરી દીધી. જવાનની ઓળખ મોહમ્મદ રફીક યતુ તરીકે કરવામાં આવી છે. જણાવાઇ રહ્યું છે કે  યતૂની પોસ્ટિંગ બારામુલામાં હતી. આ દુર્ઘટના તે સમયે થયું જ્યારે તયુ રજા પર પોતાનાં ઘરે ગયેલા હતા. આતંકવાદીઓએ આશરે 5.25 વાગ્યે વારપોરામાં જવાનનાં ઘર પર ગોળીબાર કર્યો. ગોળી લાગ્યા બાદ જવાન ઘાયલ થઇ ગયો હતો. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યું થઇ ગયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More