Home> India
Advertisement
Prev
Next

Assam: જહાજ સાથે ટક્કર બાદ બ્રહ્મપુત્ર નદીમાં ડૂબી બોટ, 100થી વધુ લોકોને બચાવી લેવાયા

Assam Latest News: અસમના જોરહાટમાં બુધવારે મોટી દુર્ઘટના થઈ છે. અહીં બ્રહ્મપુત્ર નદીમાં યાત્રીકોથી ભરેલી બે બોટ વચ્ચે ટક્કર થઈ. આ દુર્ઘટનામાં અનેક લોકો લાપતા થયા છે. 

Assam: જહાજ સાથે ટક્કર બાદ બ્રહ્મપુત્ર નદીમાં ડૂબી બોટ, 100થી વધુ લોકોને બચાવી લેવાયા

ગુવાહાટીઃ અસમના જોરહાટ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદીમાં મોટી દુર્ઘટના થઈ છે. જવાજ અને યાંત્રિક બોટ વચ્ચે ટક્કર બાદ બોટ ડૂબી ગઈ, જેમાં 120 લોકો સવાર હતા. ઘટના બાદ એનડીઆરએફની ટીમ બચાવમાં લાગી અને 100 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ હજુ કેટલાક લોકો લાપતા છે. રાહતની સાત છે કે મોટાભાગના લોકોને બચાવી લેવાતા મોટી દુર્ઘટના ટળી છે. આ દુર્ઘટના જોરહાટ જિલ્લાના નિમાતીઘાટની પાસે થઈ છે. 

નોર્થ ઈસ્ટ ટુડેના રિપોર્ટ પ્રમાણે બંને બોટમાં આશરે 120 લોકો સવાર હતા. હાલ રાહતની વાત છે કે 100થી વધુ લોકોને બચાવી લેવાયા છે અને કેટલાક લોકોની શોધખોળ ચાલી રહી છે. તેવામાં એક વીડિયોમાં બોટની ટક્કર બાદ લોકો રાડો પાડી રહ્યા છે અને બચાવવા માટે વિનંતી કરી રહ્યાં છે. ઘણા લોકો તરવાનો પણ પ્રયાસ કરી રહ્યાં છે. તો અમુક લોકો ડૂબતા જોવા મળી રહ્યા છે. 

રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ઘટનાની પુષ્ટિ કરી છે અને ગુરૂવારે નિમાતીઘાટનો પ્રવાસ કરવાની વાત કહી છે. સરમાએ કહ્યુ કે, મને નિમાતીઘાટમાં આ દુર્ઘટના થવાથી દુખ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે મેં માજુલી અને જોરહાટના તંત્રને બચાવકાર્યમાં તેજી લાવવાના નિર્દેશ આપ્યા છે. આ સિવાય મંત્રી બિમલ બોહરા ઘટનાસ્થળની માહિતી મેળવવા માટે રવાના થયા છે. તેમણે કહ્યું કે, મેં ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે અને ઘટનાની જાણકારી આપી છે. સીએમે કહ્યુ કે, તેમણે તમામ માહિતી મેળવી અને કહ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા દરેક સંભવ મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More