Home> India
Advertisement
Prev
Next

Twitter એ ભૂલ સ્વિકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું એકાઉન્ટ ફરીથી કર્યું verified

ભાજપના નેતા સુરેશ નાખુઆએ સવાલ ઉઠાવ્યો હતો, 'ટ્વિટરે (Twitter) ઉપરાષ્ટ્રપતિ (Vice President) ના એકાઉન્ટ પરથી બ્લૂ ટિક કેમ હટાવી? આ ભારતના સંવિધાન પર હુમલો છે'.

Twitter એ ભૂલ સ્વિકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું એકાઉન્ટ ફરીથી કર્યું verified

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) વેબસાઇટ ટ્વિટરે પોતાની ભૂલ સ્વિકારી કરતાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડૂ (Venkaiah Naidu) નું એકાઉન્ટ ફરીથી વેરિફાઇડ કરી દીધું છે. સરકારની નારાજગી બાદ ટ્વિટરે (Twitter) આ પગલું ભર્યું છે. સરકાર તરફ્થી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ દેશના બીજા સૌથી મોટા સંવૈધાનિક પદ છે. સંવિધાનિક પદ પર બેઠેલા વ્યક્તિ કોઇ પાર્ટીનો ભાગ હોતા નથી. એટલા માટે સરકાર ટ્વિટર (Twitter) ની આ હરકતને સંવૈધાનિક અનાદારની દ્વષ્ટિએ જુએ છે. 

Twitter એ ઉપરાષ્ટ્રપતિ Venkaiah Naidu ના પર્સનલ એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick, વધી શકે છે વિવાદ

ત્યાબાદ ટ્વિટરે (Twitter) પોતાની ભૂલ સ્વિકાર કરી અને ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડૂ (Venkaiah Naidu) ના ટ્વિટર એકાઉન્ટને ફરીથી વેરિફાઇડ કરી દીધું. હવેથી થોડીવાર પહેલાં ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટ અનવેરિફાઇડ કરી દીધું હતું. સરકારના કડક વલણ ટ્વિટરે પોતાનો નિર્ણય પરત લીધો છે. 
fallbacks
વેંકૈયા નાયડૂ બાદ ટ્વિટરે હવે RSS મોટ નેતાઓના એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick

ભાજપના નેતા સુરેશ નાખુઆએ સવાલ ઉઠાવ્યો હતો, 'ટ્વિટરે (Twitter) ઉપરાષ્ટ્રપતિ (Vice President) ના એકાઉન્ટ પરથી બ્લૂ ટિક કેમ હટાવી? આ ભારતના સંવિધાન પર હુમલો છે'. જોકે કેટલાક લોકોએ એ પણ દાવો કર્યો છે કે તેમનું એકાઉન્ટ એક્ટ્વિ ન હતું, જેના લીધે અનવેરિફાઇડ કરી દેવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે ઘણા નેતાઓ કૃષ્ણ કુમાર, અરૂણ કુમાર સાથે ભૈયાજી જોશી, સુરેશ સોનીના ટ્વિટર એકાઉન્ટને પણ અનવેરિફાઇડ કરી દેવામાં આવ્યા છે. તેના પર પણ આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More