Home> India
Advertisement
Prev
Next

અસમથી અરૂણાચલ સુધી સાત વર્ષમાં ભાજપે પૂર્વોત્તરમાં બનાવ્યો દબદબો, 2016માં પ્રથમવાર બનાવી હતી સરકાર

હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપે ઝડપથી પૂર્વોત્તરમાં પોતાની છાપ છોડી છે, જ્યાં એક સમયે તેની ગેરહાજરી હતી. ભાજપની આ સફળતાની શરૂઆત 2016માં થઈ હતી, જ્યારે તેણે અસમ વિધાનસભાની ચૂંટણી મોટા અંતરથી જીતી હતી અને 15 વર્ષના કોંગ્રેસ શાસનનો સફાયો કર્યો હતો. 

અસમથી અરૂણાચલ સુધી સાત વર્ષમાં ભાજપે પૂર્વોત્તરમાં બનાવ્યો દબદબો, 2016માં પ્રથમવાર બનાવી હતી સરકાર

નવી દિલ્હીઃ ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના ચૂંટણી પરિણામ ભાજપનો ઉત્સાહ વધારનારા છે. 33 સીટો પર જીતની સાથે એકવાર ફરી ભાજપ ત્રિપુરામાં સરકાર બનાવવાની છે. તો નાગાલેન્ડમાં પણ ભગવા પાર્ટીને પ્રથમવાર 12 સીટો પર જીત મળી છે. તો મેઘાલયમાં પણ ભારતીય જનતા પાર્ટીએ 3 સીટ પર જીત હાસિલ કરી છે. એટલું જ નહીં ત્રિપુરામાં પોતાના દમ પર સરકાર બનાવવા સિવાય ભાજપ નાગાલેન્ડ અને મેઘાલયમાં સત્તાધારી ગઠબંધનનો ભાગ બની શકે છે. તેનાથી સ્પષ્ટ છે કે ભાજપ માટે આ ચૂંટણી પરિણામ ખુબ મહત્વ રાખે છે અને પૂર્વોત્તરમાં કમળ ખીલી ગયું છે. 

હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપે ઝડપથી પૂર્વોત્તરમાં પોતાની છાપ છોડી છે, જ્યાં એક સમયે તેની ગેરહાજરી હતી. ભાજપની આ સફળતાની શરૂઆત 2016માં થઈ હતી, જ્યારે તેણે અસમ વિધાનસભાની ચૂંટણી મોટા અંતરથી જીતી હતી અને 15 વર્ષના કોંગ્રેસ શાસનનો સફાયો કર્યો હતો. આ પૂર્વોત્તરના કોઈ રાજ્યમાં ભાજપની પ્રથમ સરકાર હતી. આ વર્ષે અરૂણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી રહેલા પેમા ખાંડૂએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મણિપુરમાં 2017માં ભાજપને જીત મળી અને કોંગ્રેસના નેતા રહેલા એન. બીરેન સિંહને મુખ્યમંત્રી બનાવી દીધા.

આ પણ વાંચો- હવે ઉત્તર-પૂર્વ ન તો દિલ્હીથી દૂર છે કે ન તો દિલથી, ચૂંટણી પરિણામો પર બોલ્યા PM મોદી

પૂર્વોત્તરમાં ભાજપ માટે મહત્વનું હતું વર્ષ 2018
એટલું જ નહીં વર્ષ 2018 તો ખુબ મહત્વનું રહ્યું. આ વર્ષે ભાજપે ત્રિપુરામાં 35 વર્ષના કમ્યુનિસ્ટ શાસનનો અંત કરી દીધો અને સરકાર બનાવી લીધી. આ વર્ષે ભાજપે નાગાલેન્ડ અને મેઘાલયની સરકારમાં ભાગીદારી કરી લીધી. પછી 2019માં અરૂણાચલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 60માંથી 41 સીટો પર જીત હાસિલ કરી હતી. આ રીતે ભાજપ પૂર્વોત્તરમાં સતત આગળ વધી રહ્યું છે. 

અસમ, મણિપુર અને ત્રિપુરામાં પણ રિપીટ ભાજપ સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી, નીતિઓ અને ઘણા કારણોથી ભાજપને પૂર્વોત્તરમાં આ જીત મળી છે. ખાસ કરીને એક્સ ઈસ્ટ પોલિસીના કારણે પૂર્વોત્તરના વિકાસ અને સરકારના ફોકસે પણ લોકોનું ધ્યાન ભાજપ તરફ આકર્ષિત કર્યું છે. ખુદ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સતત નાના પરંતુ રણનીતિક રૂપે મહત્વના આ રાજ્યોના પ્રવાસ કરતા રહે છે. આ કારણ છે કે અસમમાં જ્યારે 2021માં ટૂંટણી થઈ તો ભાજપે ફરી સત્તા મેળવી અને હવે ત્રિપુરામાં પણ આ સિદ્ધિ મેળવી છે. આ સિવાય 2022માં મણિપુરમાં પણ પાર્ટીએ ફરી જીત મેળવી હતી. 

આ પણ વાંચોઃ પૂર્વોત્તરમાં મોટી જીતે ભાજપને 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં આપ્યા આ જીતના 6 મંત્ર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More