Home> India
Advertisement
Prev
Next

વેવાઈ-વેવાણ પ્રેમમાં પડ્યા અને ભાગ્યા! સમાજ વચ્ચે આવતાં કરી નાંખ્યો મોટો કાંડ

Trending News : ગુજરાતમાં પ્રેમમાં પડેલા વેવાઈ-વેવાણનો એક કિસ્સો વાયરલ થયો હતો. આવો જ એક કેસ હરદોઈમાં બન્યો છે. એક આધેડ યુગલે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. બંને લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. લોકોની નિંદાના ડરથી બંનેએ આવું પગલું ભર્યું હતું

વેવાઈ-વેવાણ પ્રેમમાં પડ્યા અને ભાગ્યા! સમાજ વચ્ચે આવતાં કરી નાંખ્યો મોટો કાંડ

Hardoi News : યુપીના હરદોઈમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં વેવાઈને તેમની વેવાણ સાથે પ્રેમ થયો હતો. બંને વચ્ચે પ્રેમ એટલો ઊંડો હતો કે સાથે રહી ન શક્યા તો મોતને વ્હાલું કરી લીધું. વેવાઈ અને વેવાણે એક સાથે રહી નહીં શકે એમ લાગતાં ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

આ સમગ્ર મામલો છે
હકીકતમાં, પિહાની કોતવાલીના જહાનીખેડા ચોકી હેઠળના પીહાની મોડ ઓવર બ્રિજ પાસે એક આધેડ પ્રેમી યુગલે સીતાપુર અને શાહજહાંપુર પેસેન્જર ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. મૃતક પુરૂષ અને મહિલા બંને વચ્ચે વેવાઈ-વેવાણના સંબંધો હતા. કહેવામાં આવ્યું કે સામાજિક શરમના કારણે બંનેએ મોતનો માર્ગ પસંદ કર્યો.

નવા લૂક સાથે ખુલ્લી મૂકાશે અમદાવાદની ફેમસ પતંગ હોટલ, બુર્જ ખલીફા જેવુ જોવા મળશે

લગ્ન પછી વેવાણના ઘરે આવવા લાગ્યા હતા વેવાઈ 
પોલીસના જણાવ્યા અનુસાર લખીમપુર ખેરી જિલ્લાના કોતવાલી પાસિગવાના સુહાના ગામના રહેવાસી રામનિવાસે તેની પુત્રી ચાંદની રાઠોડના લગ્ન લખીમપુર ખેરી જિલ્લાના મગલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુરમાં રહેતા આશારામ રાઠોડના પુત્ર શિવમ સાથે નક્કી કર્યા હતા. ચાંદની અને શિવમનું તિલક 29 મે 2023ના રોજ થયું હતું. રામનિવાસ વ્યવસાયે ડ્રાઈવર હતો. સાથે જ આશારામ પ્રોફેશનલ તરીકે કામ કરે છે. આશારામ મોટાભાગે કામના કારણે ઘરથી દૂર રહેતા હતા. બીજી તરફ લગ્ન બાદ રામનિવાસ આશારામના ઘરે આવવા લાગ્યો હતો.

રૂપાલની પલ્લી જ નહિ, ઉત્તર ગુજરાતની આ પલ્લી જોવા પણ ઉમટી પડે છે લાખો લોકો

બંને ઘરેથી પણ ભાગી ગયા 
આ સમય દરમિયાન આશારામની પત્ની આશારાનીને રામ નિવાસ સાથે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. તેમનો પ્રેમ એ હદે ખીલ્યો કે 23 સપ્ટેમ્બરે બંને ઘરેથી ભાગી ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રામનિવાસ તેમની પત્નીના મૃત્યુ પછી એકલા પડી ગયા હતા.

પોલીસમાં ફરિયાદ કરવામાં આવી 
આશારામે કોતવાલી મૈગલગંજમાં બંનેના ભાગી જવાની ફરિયાદ પણ નોંધાવી હતી. સામાજિક શરમના કારણે બંનેએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો હતો. આ સમગ્ર મામલામાં અધિક પોલીસ અધિક્ષક દુર્ગેશ કુમાર સિંહનું કહેવું છે કે બંનેના મૃતદેહને કબજે લેવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને અન્ય જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતના માથેથી મોટી ઘાત ટળી : માથે બે-બે વાવાઝોડાની અસરના ભણકારા વાગી રહ્યા હતા, પણ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More